જામનગરમાં એક શખ્સ દ્વારા મુંબઈથી ખાનગી કુરિયરમાં પાર્સલ મારફત દારૂનો જથ્થો મંગાવવામાં આવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. પરંતુ મોટરકાર લઇને દારૂ લેવા આવેલો મુખ્ય આરોપી પોલીસને જોઇ ને કાર છોડી ને નાસી ગયો હતો. જયારે પોલીસે કુરિયર કંપનીમાં પાર્સલ ની તપાસ કરતાં તેમાંથી 139 નંગ દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને કાર કબજે કરી આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.
જામનગરમાં સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન નો સ્ટાફ પેટ્રોલિંગ મા હતો ત્યારે બાતમી મળી હતી કે શહેરની મોડર્ન માર્કેટમાં આવેલ એરવેઝ કુરિયરમા જામનગર નાં જયેશ ચંદ્રાએ મુંબઇ થી દારૂ નો જથ્થો મંગાવ્યો છે. આથી પોલીસ સ્ટાફ વોચમા ગોઠવાયો હતો. દરમિયાન એક શખ્સ ફોર્ડ ફીગો મોટર . કાર લઈને દારૂનું પાર્સલ લેવા કુરિયર ઓફિસ આવ્યો હતો. આ સમયે પોલીસ ને જોઈ જતાં તે પોતા ની કાર છોડી ને નાસી ગયો હતો.
આ પછી પોલીસે કુરિયર ઓફિસમાં પાર્સલની તપાસ કરતા તેમાંથી રૂપિયા 75 હજારની કિંમતની 139 નંગ અંગ્રેજી દારૂની બોટલનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે દારૂ અને મોટરકાર કબજે કરી છે. અને મુંબઈ થી મહાવીર ઓટોપાર્ટના નામે દારૂનો જથ્થો રવાના કરનાર શખસ, દારૂ નો જથ્થો જેના નામે આવેલો હતો તે રમેશ ચંદ્રા અને દારૂ નો જથ્થો કુરિયર ઓફિસે લેવા જનાર જયરા ચંદ્રા સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.