દિયોદર : ધ્રાડવડા ગામે એલ.સી.બી. ને મળી સફળતા, દેશી મદિરાની બોટલો ઝડપી.

0
13
કોરોના ની મહામારી વચ્ચે બનાસકાંઠા જિલ્લા એલ સી બી પોલીસ ને ફરી એક વખત સફળતા પ્રાપ્ત થઈ છે .એલ સી બી પોલીસ ને ગત દિવસે ખાનગી બાતમી મળી હતી કે દિયોદર તાલુકા ના ધ્રાડવડા ગામે કેશાજી મફાજી ઠાકોર ના ખેતર માં બનાવેલ રહેઠાણ મકાન માં બાજરી ના પૂળા ની અંદર રાજેસ્થાન બનાવટ નો દેશી દારૂ સુપાડેલ છે તેની બાતમી ના આધારે રેડ કરતા દેશી મદિરા ની 275 બોટલ કુલ કિંમત 13750 નો મળી આવતા પોલીસે દારૂ કબ્જે લઈ આરોપી બુટલેગર કેસાજી મફાજી ઠાકોર સામે ગુન્હો નોંધી આગળ ની તપાસ હાથ ધરી છે જો કે ઉલ્લખનીય એ છે કે રાજેસ્થાન માંથી હવે દેશી દારૂ ની બોટલો પણ ગુજરાત માં ઘુસાડવામાં આવી રહી છે બનાસકાંઠા જિલ્લા ના સરહદી વિસ્તારમાં પણ હવે દેશી મદિરા દારૂ નું પણ વેચાણ થઈ રહ્યું છે…..
અહેવાલ : લલિત દરજી, CN24NEWS, દિયોદર, બનાસકાંઠા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here