લોટરીથી ચમક્યું નસીબ : 250-250 રૂપિયામાં 5 ટિકિટ ખરીદી હતી, છઠ્ઠી ટિકિટ એજન્ટે પરાણે આપી, તેણે 1.5 કરોડ જીતાડી દીધા

0
0

કહેવાય છે કે ઉપરવાળો આપે ત્યારે છપ્પર ફાડીને આપે છે. હરિયાણાના સિરસા જિલ્લાના કલાંવાલીમાં રહેતા ધર્મપાલ સાથે પણ કંઇક આવું જ થયું. મિઠાઇની દુકાન ચલાવતા ધર્મપાલ શુક્રવારે ઉઠ્યા તો ખબર પડી કે તેઓ કરોડપતિ બની ગયા છે. એજન્ટે જે ટિકિટ પરાણે આપી હતી એ ટિકિટનો જ નંબર લાગી ગયો અને ધર્મપાલ દોઢ કરોડ જીતી ગયા. લોટરી ખુલવાનો ફોન આવ્યો તો ધર્મપાલને વિશ્વાસ ન થયો પરંતુ જ્યારે ટિકિટ નંબર ચેક કર્યો તો વિશ્વાસ થઇ ગયો.

કિસ્મતનો ખેલ

ધર્મપાલે કહ્યું- પંજાબ સ્ટેટ રાખી બંપર લોટરી આવી હતી. સિરસા જિલ્લો પંજાબની બોર્ડર પર હોવાના કારણે એજન્ટ અહીં લોટરી વેચવા માટે આવતા રહે છે. અઠવાડિયા પહેલા એક એજન્ટ પાસેથી અમે 250-250 રૂપિયાની પાંચ ટિકિટ ખરીદી હતી. એજન્ટ અમુક કલાક બાદ ફરી આવ્યો અને કહ્યું કે એક ટિકિટ બચી છે તે પણ ખરીદી લો.
પહેલા તો મેં ના પાડી કારણ કે પાંચ ટિકિટ ખરીદી હતી. પરંતુ તે માન્યો નહીં અને ટિકિટ ખરીદવા માટે વિનંતિ કરવા લાગ્યો. તેથી અમે ખરીદી લીધી. શુક્રવારે તે એજન્ટનો જ ફોન આવ્યો અને લોટરી જીતવાના સમાચાર આપ્યા. આ નસીબ જ હતા કે મને ઇચ્છા ન હતી છતા છેલ્લી ટિકિટ મને મળી અને દોઢ કરોડની લોટરી જીતી ગયો.

15 વર્ષથી ટિકિટ ખરીદી રહ્યા છે, હવે નસીબ ખુલ્યા

તેમના કહેવા પ્રમાણે તેઓ દરરોજ ટિકિટ નથી ખરીદતા પરંતુ તહેવાર પર જ્યારે બમ્પર લોટરી આવે ત્યારે જરૂરથી ખરીદે છે. દર વખતે દિવાળી પર બંપર લોટરી ખરીદે છે. છેલ્લા લગભગ 15 વર્ષથી આ સિલસિલો ચાલી રહ્યો છે અને હવે નસીબ ખુલ્યા. તેમના ત્રણ દીકરા છે. તેઓ કહે છે કે લોટરીના પૈસાથી બાળકોને સારો અભ્યાસ કરાવશે અને સામાજિક કાર્યમાં પણ વાપરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here