મોંઘવારીના માર… દિવસે અને દિવસે સિંગતેલના ભાવમા ભડકો જોવા મળી રહ્યો છે. સાતમ આઠમના તહેવારને આડે ગણતરીના દિવસો જ બાકી બચ્યાં છે. ત્યારે છેલ્લા 24 દિવસમા સિંગતેલના ભાવમા રુપિયા 130નો વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે ગૃહિણીઓના બજેટ પણ ખોરવાયુ છે.
સિંગતેલના ભાવમાં ફરી વધારો કરાયો છે. સિંગતેલના ડબ્બાની કિંમતમાં 40 રૂપિયાનો વધારો કરાયો છે. જ્યારે જૂની મગફળીના સિંગતેલના ભાવ 1870 સુધી પહોંચી ગયા છે. છેલ્લા 24 દિવસમાં સિંગતેલમાં 130 રૂપિયાનો વધારો કરાયો છે. તહેવારો આવી રહ્યા છે ત્યારે સિંગતેલના ભાવમાં વધારો કરાતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. અગાઉ 4 જૂને સિંગતેલના ભાવ 1830 હજા જેમાં 120 વધીને 1950 થયા અને ત્યાર બાદ હવે વધુ 40 રૂપિયાનો વધારો થતા ભાવ 1990એ પહોંચ્યો છે. જ્યારે જૂની મગફળીના સિંગતેલની કિંમત 1870એ પહોંચી છે
આ વર્ષે વરસાદ ઓછો પડયો હતો. જેના કારણે ખેડૂતોને સિંચાઈનુ પાણી પણ પ્રમાણસર મળ્યુ ન હતુ. જેના કારણે મગફળીના ઉત્પાનમા અંશત ઘટાડો જોવા મળ્યો હતો. જે બાબતનો લાભ ક્યાંક ને ક્યાંક તેલીયા રાજાઓ લઈ રહ્યા હોઈ તેવુ બજારના સુત્રો જણાવી રહ્યા છે.
આ અંગે સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસીએશનના પ્રમુખ સમીર શાહે ભાવ વધારાને રુટીન પ્રક્રિયા ગણાવી રહ્યા છે. સમીર શાહે જણાવ્યુ હતુ કે દર ચોમાસાની સિઝનમા સિંગતેલના ભાવમા વધારો થાય છે, કારણ કે સિંગતેલનો ભાવ ડિમાન્ડ અને સ્પલાયના નિયમ પર કાર્યરત છે. ત્યારે આગામી સમયમા સિંગતેલનો ભાવ 2100ને પાર પહોંચે તેવી પુરે પુરી શક્યતાઓ સેવાઈ રહેલી છે.
તો બીજી તરફ દિવસેને દિવસે સિંગતેલમા થતા ભાવ વધારાને કારણે ગૃહિણીઓનુ બજેટ પણ ખોરવાયેલુ જોવા મળી રહ્યુ છે.