ધોનીની સામે નમ્યો ‘વિરાટ’, કહ્યુ, ‘યાદ છે તે રાત અને રેસ’

0
28

ટીમ ઇન્ડિયામાં રહેલા માટે ખેલાડીઓને ફિટનેસ સૌથી મહત્વની છે. સતત રમાઇ રહેલી સીરિઝ દરમિયાન ખેલાડીઓ માટે ફિટ રહેવુ જરૂરી થઇ ગયુ છે. આ મોટા ચેલેન્જને ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ સ્વીકાર કર્યો અને સાથે જ ટીમે પણ આ પરીક્ષાને પાર કરવા માટેનો પ્રયત્ન કર્યો.

  • ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પોસ્ટ કર્યો ધોની સાથે ફોટો
  • સાઉથ આફ્રિકા વિરુદ્ઘ ટીમ ઇન્ડિયામાં નથી મહેન્દ્ર સિંહ ધોની
  • હેડ કોચેYo-Yo ટેસ્ટનું મિનિમમ ક્વોલિફિકેશન માર્ક 16.1થી 17કરવાની ઈચ્છા વ્યક્ત કરી

વિરાટ કોહલીએ ગુરુવારે ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને યાદ કર્યો. વિરાટે પોતાના સોશ્યલ મીડિયા પર એક ફોટો શૅર કરી છે, જેમાં તે બંને ક્રીઝ પર છે. વિરાટ જીતની ઉજવણી કરતો દેખાઇ રહ્યો છે. એવામાં એવું લાગી રહ્યુ છે કે, કોહલી ધોનીને બેટથી સેલ્યૂટ કરી રહ્યો છે. આ સાથે જ વિરાટે કેપ્શન લખ્યુ કે, ”આ મેચને ક્યારેય પણ નહી ભૂલી શકુ. ખાસ રાત. આ વ્યક્તિએ મને ફિટનેસ ટેસ્ટ જેમ દોડાવ્યો હતો.” આ સાથે વિરાટ કોહલીએ ટ્વીટમાં એમ.એસ.ધોનીને @msdhoni પણ ટેગ કર્યો હતો.

વિરાટ કોહલીએ હંમેશા સ્વીકાર કર્યો છે કે મહેન્દ્ર સિંહ ધોનીના ખાસ માર્ગદર્શનની મદદથી ઉંચાઇ મળી છે, આજે પણ ધોનીને જ કેપ્ટન માને છે. જોકે બીજી તરફ ધોની ખુલાસો કરી ચૂક્યો છે કે, 2017માં સીમિત ઑવર્સના ફોર્મેટમાં પોતાની કેપ્ટન્સી છોડવાનો નિર્ણય કર્યો હતો. વાસ્તવમાં ધોની વિરાટને પોતાનો ઉત્તરાધિકારી બનાવવા માંગતો હતો.

મહેન્દ્ર સિંહ ધોની હાલમાં સાઉથ આફ્રિકા વિરુદ્ઘ થનારી ઘેરલૂ સીરિઝ T-20 માટે ટીમમાં નથી. ધોની હાલમાં અમેરિકામાં વેકેશન માણી રહ્યો છે અને આ પહેલા ટેરિટોરિયલ આર્મી યૂનિટની સાથે કાશ્મીરમાં ટ્રેનિંગ લીધી હતી.

ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી અને વિકેટકીપર-બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની

વાસ્તવમાં ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રી અને તેના સપોર્ટ સ્ટાફે Yo-Yo ટેસ્ટનું મિનિમમ ક્વોલિફિકેશન માર્ક 16.1થી 17કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સાઉથ આફ્રિકાની સીરિઝ પહેલા તે લાગુ થઇ જાય તેવી સંભાવના છે. ટીમ મેનેજમેન્ટે ફિટનેસને પ્રાથમિકતા આપવા માટે આ નિર્ણય લીધો છે.

શું છે Yo-Yo ટેસ્ટ:

Yo-Yo ટેસ્ટ એક એરોબિક એક્સરસાઇઝ છે. આ ટેસ્ટની મદદથી ખેલાડીઓની ફિટનેસ જાણવામાં આવી છે અને નક્કી કરવામાં આવે છે કે દેશની માટે રમવા ફિટ છે કે નહી.

ટીમ ઇન્ડિયામાં 2017થી ફિટનેસ માટે yo-yo ટેસ્ટની શરૂઆત કરી હતી. ફૂટબોલ, હોકી અને રગ્બી જેવી રમતોમાં આનો વર્ષોથી ઉપયોગ થતો આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here