વડોદરા : બોયકોટ ફ્રાન્સના પોસ્ટર લાગ્યા, રોડ પર ફ્રાન્સના રાષ્ટ્રપતિની તસવીર બનાવીને તેના પર ચાલીને આક્રોશ વ્યક્ત કર્યો

0
6

ફ્રાન્સમાં મોહમ્મદ પયગંબરના કાર્ટૂનને લઈને મુસ્લિમ બહુમતી ધરાવતા 10થી વધુ દેશમાં ગુસ્સો વધી રહ્યો છે, ત્યારે ફ્રાન્સની હિંસાના પડઘા હવે વડોદરા શહેરમાં પણ પડ્યા છે. વડોદરાના રાવપુરા અને મચ્છીપીઠના નવાબવાડા વિસ્તારમાં ફ્રાન્સ વિરોધી પોસ્ટર લાગ્યા છે. જેમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનો બોયકોટ કરવામાં આવ્યો છે. જેમાં રસ્તા પર પણ ફ્રાન્સના રાષ્ટ્રપતિના તસવીર સાથે બોયકોટ ફ્રાન્સનું પોસ્ટર લગાવવામાં આવ્યું છે. તેના પરથી લોકો અને વાહનો પસાર થઇ રહ્યા છે. આમ વડોદરા શહેરમાં લધુમતિ કોમમાં ફ્રાન્સ સામે આક્રોશ જોવા મળી રહ્યો છે.

ફ્રાન્સની કોઇપણ વસ્તુ વેચવા કે, ખરીદવાની નહીં તેવી અપીલ કરાઇ

લઘુમતી કોમની ધાર્મિક લાગણી દુભાઇ હોવાના કારણે વડોદરા શહેરમાં ફ્રાન્સ વિરોધી બેનર્સ લાગ્યા છે. જેમાં કોમ અપને નબી કી શાન મે ગુસ્તકી કરને વાલે કે ખિલાફ ના બોલે ઉસ કોમ કો દુનિયા મેં જીને કા હક નહીં તેવા લખાણ સાથેના બેનર્સ લગાવવામાં આવ્યા છે અને ફ્રાન્સની કોઇપણ વસ્તુ વેચવા કે, ખરીદવાની નહીં તેવી અપીલ કરવામાં આવી છે અને લોકોએ ચપ્પલ મારીને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની તસવીરને કાળી કરી હતી.

વિશ્વના મુસ્લિમ દેશોમાં ફ્રાન્સ સામે વિરોધ

પયગંબર મોહમ્મદના કાર્ટૂનને લઈને મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોમાં ગુસ્સો વધી રહ્યો છે. સૌથી પહેલાં તૂર્કીએ આ મામલામાં ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોનના નિવેદનની ટીકા કરી હતી. ત્યાર પછી સાઉદી અરબ, કતાર, જોર્ડન, લિબિયા, સીરિયા, કુવૈત અને પેલેસ્ટાઈને ફ્રાન્સની ચીજવસ્તુઓનો બહિષ્કાર શરૂ કર્યો હતો. હવે પાકિસ્તાન અને ઈરાનની સંસદે ફ્રાન્સ વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, ત્યારે હવે ભારતમાં પણ તેનો વિરોધ શરૂ થયો છે. આજે વડોદરા શહેરના રાવપુરા અને મચ્છીપીઠના નવાબવાડા વિસ્તારમાં ફ્રાન્સ વિરોધી પોસ્ટર લાગ્યા છે.

વિવાદ: શિક્ષકની હત્યા પછી ફ્રાન્સે કડકાઈ કરી હતી

થોડા દિવસ પહેલાં પયગંબરનું કાર્ટૂન બતાવવા બદલ ફ્રાન્સમાં એક શિક્ષકની હત્યા થઈ ગઈ હતી. બાદમાં ફ્રાન્સમાં મોટા પાયે દેખાવો થયા હતા. આ દરમિયાન ફ્રેન્ચ પ્રમુખ મેક્રોને આ ઘટનાને ‘ઈસ્લામિક આતંકી હુમલો’ ગણાવ્યો હતો. તેમણે કટ્ટરવાદી ઈસ્લામિક સંગઠનો સામે આકરી કાર્યવાહી કરવાની પણ જાહેરાત કરી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here