વીરતા અને સર્વિસ એવોર્ડની કરાઈ જાહેરાત,જમ્મુ-કાશ્મીર અને યુપી પોલીસ ટોપ -3 માં

0
0

વીરતા અને સર્વિસ એવોર્ડની જાહેર કરવામાં આવી છે. ગેલેંટરી પુરસ્કારોની યાદીમાં જમ્મુ-કાશ્મીર પોલીસ પ્રથમ નંબરે છે. તેના ખાતામાં કુલ 81 મેડલ છે. આ પછી, બીજો નંબર સીઆરપીએફ (55 મેડલ) અને ત્રીજા નંબર પર ઉત્તર પ્રદેશ પોલીસ (23 મેડલ) છે. ગૃહ મંત્રાલયે શૌર્ય અને સેવા પુરસ્કારોની સૂચિ બહાર પાડી છે.

ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચિ મુજબ, આંધ્રપ્રદેશ પોલીસ 16, અરૂણાચલ પ્રદેશ પોલીસ 4, આસામ પોલીસ 21, છત્તીસગઢ પોલીસ 14, ગોવા પોલીસ 1, ગુજરાત પોલીસ 19, હરિયાણા પોલીસ 12, હિમાચલ પ્રદેશ પોલીસ 4, ઝારખંડ પોલીસને 24, કર્ણાટક પોલીસને 18 વીરતા અને સર્વિસ એવોર્ડ મળ્યા છે.

આ ઉપરાંત કેરળ પોલીસ 6, મધ્યપ્રદેશ પોલીસ 20, મહારાષ્ટ્ર પોલીસ 58, મણિપુર પોલીસ 7, મિઝોરમ પોલીસ 3, નાગાલેન્ડ 1, ઓડિશા 14, પંજાબ 15, રાજસ્થાન 18, સિક્કિમ 2, તમિળનાડુ 23, તેલંગાણા 14, ત્રિપુરા 6, ઉત્તર પ્રદેશ પોલીસ 102, ઉત્તરાખંડ 4 અને પશ્ચિમ બંગાળને 21 વીરતા અને સર્વિસ એવોર્ડ મળ્યા છે.

આંદામાન નિકોબાર પોલીસને 2, ચંદીગઢ પોલીસ 1, જમ્મુ-કાશ્મીર પોલીસને 96, દિલ્હી પોલીસને 35, લક્ષદ્વીપ પોલીસને 2, પુડુચેરી પોલીસને 1 વીરતા અને સર્વિસ એવોર્ડ મળ્યા છે.

બીજી બાજુ આસામ રાઇફલ્સને 10, બીએસએફ 52, સીઆઈએસએફ 25, સીઆરપીએફ 118, આઇટીબીપી 14, એનએસજી 4, એસએસબી 12, આઈબી 36, સીબીઆઈ 32 અને એસપીજી 5 વીરતા અને સર્વિસ એવોર્ડ મળ્યા છે. આ વર્ષે, 215 વીરતા પુરસ્કારો અને 711 સર્વિસ મેડલ્સનું વિતરણ કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here