અમદાવાદ : ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડના સિક્યુરિટી ગાર્ડ સાથે બોલાચાલી : આરોપીએ PSIને છરી મારવાની આપી ધમકી.

0
14

અમદાવાદમાં ગીતામંદિર ST બસ સ્ટેન્ડના સિક્યુરિટી ગાર્ડ સાથે બોલાચાલી કરી અને તોડફોડ કરનાર આરોપીએ નવા વર્ષના દિવસે જ PSI સહિતના પોલીસ કર્મીઓ સાથે બોલાચાલી કરીને છરી મારી દેવાની ધમકી આપી હતી. આરોપીએ મહિલા PSI સાથે પણ બોલાચાલી કરી હતી. જેથી કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મહિલા PSIને આરોપીએ ગાળો ભાંડી

પોલીસ ચોકીમાં ફરજ બજાવતા મહિલા PSIનું નામ બોલી તેઓને પણ ગાળો ભાંડી હતી. બાદમાં પોલીસને આ શખ્સે ધમકી આપી કે “પહેલા તું મને સેન્ટ્રલ જેલ મૂકવા આવ્યો હતો, હું તને રસ્તામાં ક્યાંય મળ્યો તો તારું પૂરું કરી દઈશ”. તેવી ધમકી આપી હતી. જ્યાં પોલીસ સાથે ઝપાઝપી કરી પોલીસકર્મીના કપડાં પકડી શર્ટના બટન તોડી નાખી પોલીસને ફેંટો મારી ધક્કો મારી દીધો હતો. પોલીસે ભાવેશ વાઢેર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. આરોપી સામે અગાઉ પણ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ત્યારે વધુ એક ગુનો નોંધી પોલીસે આરોપી ભાવેશની ધરપકડ કરી છે.

પોલીસે આરોપીની અટકાયત કરી

કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ કાળુભાઇ અન્ય પોલીસકર્મીઓ ગીતા મંદિર બસ સ્ટેન્ડમાં દિવાળી તથા નવા વર્ષના તહેવાર નિમિત્તે પેટ્રોલિંગમાં હતા. ગીતા મંદિર બસ સ્ટેન્ડના સિક્યુરિટી ગાર્ડ સાથે બોલાચાલી કરી તોડફોડ કરનાર શખ્સે પોલીસ સાથે બોલાચાલી કરી હતી. જેથી પોલીસ સ્ટેશનના PSI કે એ જાડેજા તથા તેમની ટીમે ઘટના સ્થળે પહોંચીને શખ્સ ભાવેશ ઉર્ફે મંગોની અટકાયત કરી હતી. ત્યારે ભાવેશે ઉશ્કેરાઇને પોલીસ સાથે ગાળાગાળી કરી હતી. બાદમાં તેને પોલીસ ચોકીમાં લઈ જવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here