Thursday, February 6, 2025
HomeઅમદાવાદGUJARAT: માથાભારે વ્યક્તિએ જ્વલનશીલ પદાર્થ છાંટી કારને અંદરથી સળગાવી દીધી

GUJARAT: માથાભારે વ્યક્તિએ જ્વલનશીલ પદાર્થ છાંટી કારને અંદરથી સળગાવી દીધી

- Advertisement -

શહેરના પાલડી મહાલક્ષ્મી પાંચ રસ્તા પાસે આવેલી દિપકનગર સોસાયટીમાં એક માથાભારે વ્યક્તિએ અંગત અદાવતમાં કારનો કાંચ તોડીને જ્વલનશીલ પદાર્થ છાંટીને કારને અંદરથી સળગાવી દીધી હોવાની ઘટના બની છે.  કારમાં આગ લાગવાની સાથે મોટા ધડાકો થતા નાસભાગ પણ મચી ગઇ હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે કાર રસ્તાની બાજુમાં પાર્ક કરવાના મામલે એક ટેન્કરચાલક સાથે કાર માલિકને તકરાર થઇ હતી. ત્યારે ટેન્કર ચાલકે ધમકી આપી હતી.  કારમાં બ્લાસ્ટ થતા આગ લગાવવા આવેલો વ્યક્તિ પણ દાઝી ગયો હતો. આ સમગ્ર મામલે પાલડી પોલીસે હાલ તપાસ શરૂ કરી છે.

શહેરના પાલડી મહાલક્ષ્મી પાંચ રસ્તા પાસે આવેલી દિપકનગર  સોસાયટીમાં રહેતા મિતેષ શાહે નોધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે ગત ૮મી મેના રોજ રાતના સમયે  તે જમવા માટે બેઠા હતા ત્યારે ઘરની બહાર પાર્ક કરેલી કારમાં ઘડાકો થયો હતો. જેથી તે દોડીને બહાર આવ્યા હતા. ત્યારે જોયુ તો કારની અંદર આગ લાગતા ધુમાડા બહાર નીકળતા હતા. આ સમયે  ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા આગને કાબુમાં લેવામાં આવી હતી. બાદમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કારમાં આગ લગાવવા માટે આવેલો એક સ્કૂટર ચાલક પણ દાઝી ગયો હતો. પરંતુતે લોકોને જોઇને ત્યાંથી નાસી ગયો હતો. જેથી સીસીટીવીને આધારે તપાસ કરતા આ સ્કૂટરચાલકનું નામ રાજેશ ઠાકોર (રહે.મણીબાની ચાલીપી ટી ઠક્કર કોલેજ રોડપાલડી) હોવાનું જાણવા મળ્યું હતું. રાજેશ ઠાકોર બનાવના થોડા દિવસ પહેલા પાણીનું ટેન્કર લઇને પસાર થતો હતો ત્યારે મિતેષ શાહ સાથે કારને પાર્ક કરવા મામલે તેણે તકરાર કરી હતી અને ધમકી આપી હતી કે હવે તારી કાર રહેશે ત્યારે તુ પાર્ક કરીશને?  જે બાદ તેણે અદાવત રાખીને કારમાં આગ લગાવી હતી. આ અંગે પાલડી પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular