બ્રાઝિલમાં લાગેલી વિકરાળ આગ પર ધ્યાન ન આપ્યું તો પૃથ્વીના અસ્તિત્વ સામે ખતરો, જાણો કેમ?

0
73

એમેઝોનના જંગલો છેલ્લા 2 અઠવાડિયાથી સળગી રહ્યુ છે. એમેઝોન જંગલનું અસિતત્વ 5.5 કરોડ વર્ષ જૂનુ હોવાનુ માનવામાં આવે છે. આ મહિનાની શરૂઆતમાં બ્રાઝિલ જંગલ વિસ્તારમાં આગની વધતી જતી ઘટનાઓને પગલે એલર્ટ જાહેર કરવામાં આવ્યુ હતુ.

બ્રાઝિલના સ્પેસ રિસર્ચ સેન્ટર INPEએ અત્યાર સુધીમાં 73000 આગની ઘટનાઓને ડિરેક્ટ કરી છે. 2018ની સરખામણીએ આગની ઘટનામાં 83% વધારો જોવા મળ્યો છે.  રિપોર્ટ અનુસાર, 2013 પછીની આ સૌથી વિકરાળ આગ છે.

એમેઝોન જંગલનો વિસ્તાર આમ તો ભેજવાળો હોય છે પરંતુ જુલાઇ અને ઓગસ્ટની શરૂઆતમાં અહીં સૂકી ઋતુનો પ્રારંભ થાય છે. NASAના જણાવ્યા અનુસાર, આ પછી જ આગ લાગવાની ઘટના વધે છે. સપ્ટેમ્બરમાં આ સિલસિલો ચાલૂ થતો હોય છે, જે નવેમ્બર અંતમાં અટકે છે. લોકો પશુપાલન અને ખેતી માટે જમીન ક્લિયર કરતા હોવાને કારણે આગ લાગતી હોય છે.

સેટેલાઇટ ઇમેજ મુજબ બ્રાઝિલના રાજ્યોમાં એમેઝોનાસ, રોન્ડોનિયા, પારા અને માટો ગ્રોસો આ આગથી અસરગ્રસ્ત છે. એમેઝોનાસ પર સૌથી વધુ અસર થઇ છે. આ આગ એટલી મોટી છે કે તેનો ધૂમાડો તમે અવકાશમાંથી જોઇ શકાય છે. એમેઝોનાસ, લોન્ડોનિયા સ્ટેટ અને બીજા વિસ્તારમાં સર્વત્ર ધૂમાડો છવાઇ ગયો છે.

સોશ્યલ મીડિયા પર #PrayforAmazonas #AmazonRainforest ટ્રેન્ડ થઇ રહ્યુ છે. આ ઘટનાને લઇને હોલિવુડ- બોલિવૂડ સેલેબ્સે પોતાની ચિંતા વ્યકત કરી છે.

બોલિવુડની એક્ટ્રેસ અનુષ્કા શર્માએ ઇન્સ્ટાગ્રામની જગંલ પર લાગેલી આગની ફોટો શૅર કરતા કહ્યુ કે, ”એમેઝોનનું જંગલ છેલ્લાં એક અઠવાડિયાથી સળગી રહ્યું છે. આ વાત ઘણી જ ડરામણી છે. આશા છે કે મીડિયા આના પર વધુ ધ્યાન આપશે”.

અનુષ્કા સિવાય એક્ટર અર્જુન કપૂરે કહ્યું હતું કે ”એમેઝોન રેઈન ફોરેસ્ટમાં આગ, આ ઘણી જ ભયાનક વાત છે. હું વિચારી પણ નથી શકતો કે આની અસર પૂરી દુનિયામાં કેવી થશે. આ ઘણું જ દુઃખદ છે.”

ઉલ્લેખનીય છે, દક્ષિણ અમેરિકાના એમેઝોન બેસિનમાં એમેઝોનિયા તરીકે ઓળખાતું એમેઝોન જંગલ પૃથ્વીને 20% જેટલો ઓકસીજન પૂરો પાડે છે. એમેઝોન જંગલ વિસ્તાર પર્યાવરણ સમતુલન માટે મહત્વનો હોવાથી તેને પૃથ્વીના ફેફસા ગણવામાં આવે છે. 70 લાખ વર્ગ કિમીથી પણ વઘુ વિસ્તારમાં ફેલાયેલા જંગલમાં પહોળા પાન ધરાવતી વનસ્પતિઓ અને ભેજવાળું વાતાવરણ રહે છે. વિશ્વની 10 % જેટલી પ્રાણીઓની પ્રજાતિઓ અને 2000થી વધુ પક્ષી પ્રજાતિઓ જોવા મળે છે. આ ફોરેસ્ટમાં અંદાજે 40 હજાર જાતના કુલ 390 બિલિયન વૃક્ષો અને 25લાખથી વધુ પ્રકારના કિટકો જોવા મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here