Tuesday, September 21, 2021
Homeબ્રાઝિલ : ભારતની કોવેક્સિનની ટ્રાયલ દક્ષિણ અમેરિકી દેશે અટકાવી દીધી
Array

બ્રાઝિલ : ભારતની કોવેક્સિનની ટ્રાયલ દક્ષિણ અમેરિકી દેશે અટકાવી દીધી

બ્રાઝિલમાં પોતાના ભાગીદાર સાથે કરાર રદ કર્યો હોવાને પગલે ભારત બાયોટેકની કોવિડ વેક્સિન કોવેક્સિનની ટ્રાયલ આ દક્ષિણ અમેરિકી દેશે અટકાવી દીધી છે એવી માહિતી બ્રાઝિલના આરોગ્ય વિભાગે આપી છે.

ભારત બાયોટેકે શુક્રવારે બ્રાઝિલના બજાર માટે પોતાની કોવેક્સિન વેક્સિન માટે પ્રેકિસા મેડિકામેન્ટોસ અને એનવિક્સિયા ફાર્માસ્યુટિકલ્સ એલએલસી સાથેના એમઓયુ રદ કર્યાની જાહેરાત કરી હતી.

બ્રાઝિલની સરકાર સાથે વેક્સિનના ૨૦ મિલિયન ડોઝની સપ્લાય માટેનો કરાર વિવાદમાં સપડાતા તેમજ તે દેશની તપાસ એજન્સીઓએ તપાસ શરૂ થતા આ કરાર રદ થયાની જાહેરાત થઈ હતી.

બ્રાઝિલના આરોગ્ય નિયામકે જાહેર કર્યું હતું કે શુક્રવારે એનવિસા ખાતે કોઓર્ડિનેશન ઓફ ક્લિનિકલ રિસર્ચે બ્રાઝિલમાં કોવેક્સિન વેક્સિનની ક્લિનિકલ ટ્રાયલ તકેદારી રૂપે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય કંપની  ભારત બાયોટેક લિમિટેડ ઈન્ટરનેશનલ પાસેથી નિવેદન મળ્યા બાદ સસ્પેન્શનનું આ પગલું લેવાયું હતું એમ તેમણે જણાવ્યું.

ઉલ્લેખનીય છે કે પ્રેકિસા મેડિકામેન્ટોસ બ્રાઝિલમાં ભારત બાયોટેકના ભાગીદાર કંપની હતી જેનું કામ અન્ય ફરજો સહિત ભારતીય કંપનીને વેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલની કાયદાકીય પ્રક્રિયા, લાયસન્સ, વિતરણ, વીમો અને અમલબજવણી બાબતે સહાયતા, માર્ગદર્શન અને ટેકો આપવાનું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments