Thursday, August 5, 2021
Homeકોરોના વર્લ્ડ : બ્રાઝીલના બીજા સ્વાસ્થ્ય મંત્રીએ રાજીનામુ આપ્યુ : ઈટાલીમાં 3...
Array

કોરોના વર્લ્ડ : બ્રાઝીલના બીજા સ્વાસ્થ્ય મંત્રીએ રાજીનામુ આપ્યુ : ઈટાલીમાં 3 જૂનથી વિદેશ યાત્રાને છૂટ

  • વિશ્વભરમાં અત્યાર સુધીમાં 46.28 કેસ નોંધાયા,  3 લાખ 8 હજાર 645થી વધારે લોકોના મોત
  • વેક્સીન બનાવવા માટે અમેરિકાએ ‘ઓપરેશન વાર્પ સ્પીડ ‘ શરૂ કર્યુ 
  • ડોલાલ્ડ ટ્રમ્પે કહ્યુ- તમામ લોકોને ફ્રીમાં રસી અપાશે
  • અમેરિકામાં 14.84 લાખથી વધારે કેસ નોંધાયા, 88 હજાર 507 લોકોએ જીવ ગુમાવ્યા

ન્યૂયોર્ક. વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 46.28 કેસ નોંધાયા છે. જેમા 3 લાખ 8 હજાર 645થી વધારે લોકોના મોત થયા છે. 17.58 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોના લોકડાઉનને લઈને મતભેદો વચ્ચે એક મહિનામાં બીજા સ્વાસ્થ્ય મંત્રીએ રાજીનામુ આપ્યું છે.બીજી તરફ ઈટાલીએ 3 જૂનથી  આંતરરાષ્ટ્રીય યાત્રા ઉપરથી પ્રતિબંધ હટાવી દીધો છે.

અમેરિકામાં 24 કલાકમાં 1680ના મોત

અમેરિકામાં અત્યાર સુધીમાં 14.84 લાખથી વધારે કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં 88 હજાર 507 લોકોએ જીવ ગુમાવ્યા છે. 1.11 કરોડ લોકોના ટેસ્ટ કરાયા છે.અમેરિકામાં 24 કલાકમાં 1680ના મોત

અમેરિકામાં જૂન સુધીમાં મૃત્યુઆંક એક લાખ થઈ જશે

અમેરિકાની સ્વાસ્થ્ય સંસ્થા સેન્ટર્સ ફોર ડિસિસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી)ના નિર્દેશક ડો. રોબર્ટ રેડફિલ્ડે કહ્યું કે દેશમાં જૂન સુધીમાં મરનાર લોકોની સંખ્યા એક લાખથી વધારે થઈ જશે. સીડીસીએ 12 અલગક અલગ મોડલના અભ્યાસ પછી આ વાત કરી છે.

લોકોને કોવિડ-19ની રસી નિશુલ્ક અપાશે: ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં પત્રકારોને કહ્યુ હતું કે કોરોના વાઈરસની અસરકારક રસી તૈયાર થઈ ગયા પછી લોકોને તે નિશુલ્ક આપવા અંગે અમે વિચારી રહ્યા છીએ. ટ્રમ્પે વધુમાં કહ્યુ હતું કે વર્ષના અંત સુધીમાં રસી બનાવી લેવાશે.

વેક્સીન બનાવવા માટે અમેરિકાએ ‘ઓપરેશન વાર્પ સ્પીડ ‘ શરૂ કર્યુ

કોવિડ-19ની વેક્સીનને વિકસિત કરવા માટે ઓપરેશન વાર્પ સ્પીડ નામના નવા અભિયાનની શરૂઆત કરાઈ છે. જેને વર્ષના અંત સુધીમાં વેક્સીન તૈયાર કરવાનું કામ સોપવામાં આવ્યું છે. જેનાથી જાન્યુઆરી 2021 સુધીમાં લોકો સુધી તેને પહોંચાડી શકાય.તેમણે વધુમાં કહ્યુ કે સરકાર વેક્સીન બનાવી રહેલી 100 ટીમોના કામનું મુલ્યાંકન કરી રહી છે. જેમાથી 14 ટીમોને આશાજનક સફળતા મળી રહી છે. આશા છે કે વર્ષના અંત સુધીમાં રસી બની જશે.

અમેરિકા ભારતને વેન્ટિલેટર આપશે: ટ્રમ્પ

ટ્રમ્પે ભારત-અમેરિકાની ભાગીદારીને મહત્વપૂર્ણ ગણાવીને ભારતને વેન્ટિલેટર આપવાની વાત કરી છે. ટ્રમ્પે શુક્રવારે ટ્વિટ કરીને કહ્યું કે મને આ જાહેરાત કરતા ગૌરવ થાય છે કે અમેરિકા પોતાના મિત્રને વેન્ટિલેટર આપશે. આ મહામારીના સમયમાં અમે ભારત અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે છીએ. અમે કોવિડ-19ની વેક્સીન બનાવવાની દિશામાં સહયોગ કરી રહ્યા છીએ.અમે સાથે મળીને આ અદ્રશ્ય દુશ્મનને હરાવીશું. નોંધનિય છે કે ભારતે એપ્રિલમાં અમેરિકાને મદદ કરીને હાઈડ્રોક્સોક્લોરોક્વીન દવા મોકલી હતી.

બ્રાઝીલમાં સંક્રમણના 15 હજાર 305 નવા કેસ

બ્રાઝીલમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. 24 કલાકમાં અહીં બ્રાઝીલમાં સંક્રમણના 15 હજાર 305 નવા કેસ નોંધાયા છે. અહીં કુલ પોઝિટિવ કેસ 2.20 લાખ નોંધાયા છે અને 14 હજાર 962 લોકોએ જીવ ગુમાવ્યા છે.

સંક્રમણની દ્રષ્ટિએ ભારત ચીનથી આગળ નિકળી ગયો

કોરોનાના સંક્રમણની દ્રષ્ટિએ ભારત ચીનથી આગળ નિકળી ગયું છે. ભારતમાં 85 હજાર 784થી વધારે કેસ નોંધાય છે, જ્યારે ચીનમાં 82 હજાર 941 કેસ નોંધાયા છે. સંક્રમણની બાબતમાં ભારત 11 નંબરે આવી ગયું છે, જ્યારે ચીન 13 નંબરે જતું રહ્યું છે. પેરું પણ 84 હજારથી વધારે કેસ સાથે ચીનથી આગળ નિકળી ગયો છે.

ઈટાલીમાં મૃત્યુઆંક 32 હજારની નજીક

ઈટાલીમાં 24 કલાકમાં 242 લોકોના મોત થયા છે અને 700થી વધુ નવા કેસ નોંધાયા છે. ઈટાલીમાં અત્યાર સુધીમાં 2 લાખ 23 હજાર 885 કેસ નોંધાયા છે અને 31 હજાર 610 લોકોના મોત થયા છે.

આજે કયા દેશમાં કોરોનાની શું સ્થિતિ છે તે જોઈએ

દેશ કેસ મોત
અમેરિકા 14,84,285 88,507
સ્પેન 2,74,367 27,459
રશિયા 2,62,843 2,418
બ્રિટન 2,36,711 33,998
ઈટાલી 2,23,885 31,610
બ્રાઝીલ 2,20,291 14,962
ફ્રાન્સ 1,79,506 27,529
જર્મની 1,75,699 8,001
તુર્કી 1,46,457 4,055
ઈરાન 1,16,635 6,902
ભારત 85,784 2,753
પેરુ 84,495 2,392
ચીન 82,941 4,633
કેનેડા 74,613 5,562
બેલ્જિયમ 54,644 8,959
સાઉદી અરબ 49,176 292
મેક્સિકો 45,032 4,767
નેધરલેન્ડ 43,681 5,643
ચીલી 39,542 394
પાકિસ્તાન 38,799 834
સ્વિત્ઝરલેન્ડ 30,514 1,878
કતાર 29,425 14
સ્વીડન 29,207 3,646
પોર્ટુગલ 28,583 1,190

 

બ્રિટનમાં રોજ મરનાર લોકોની સંખ્યામાં ઘટાડો

બ્રિટનમાં એક દિવસમાં 3560 નવા કેસ નોંધાયા છે અને 384 લોકોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 34 હજાર લોકોના મોત થયા છે અને 2.36 લાખ પોઝિટિવ કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રી મેટ હૈનકોકે જણાવ્યું દેશમાં મરનાર લોકોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments