ઉત્તર પ્રદેશના સહારનપુરમાં લોકડાઉનનો ભંગ કરનાર 626 લોકો પાસેથી 28.87 લાખનો દંડ વસુલાયો

0
7

સહારનપુર: ઉત્તર પ્રદેશના સહારનપુરમાં લોકડાઉનનો ભંગ કરનાર 626 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે લોકડાઉનનો કડકાઈથી અમલ કરાવી આ લોકો પાસેથી 28 લાખ 87 હજાર 500 રૂપિયાનો દંડ વસુલ કર્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ 2317 વાહન ચાલકોને મેમો આપવાની સાથે વાહન પણ જપ્ત કરી લેવાયા છે.  જિલ્લામાં કુલ 68 ચેક પોસ્ટ પર બેરિયર લગાવવામાં આવ્યા છે. જેના પર કુલ 4973 વાહનોને ચેક કરવામાં આવ્યા હતા.

કોરોના વાઈરસના કેસની સંખ્યા વધતા પ્રધાનમંત્રીએ સમગ્ર દેશને ત્રણ સપ્તાહ માટે લોકડાઉન રાખવાની જાહેરાત કરી છે. આમ છતા ઘણા લોકો બહાર નિકળતા પોલીસે આ કાર્યવાહી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here