બ્રેકફાસ્ટ : મેંદામાંથી નહીં પરંતુ રવા અને વ્હીટ બ્રાનમાંથી પાસ્તા બનાવવામાં આવે છે

0
0

પાસ્તા, મેક્રોની, અને સ્પેગેટી… કોઈપણ નામ આપો પરંતુ બાળકો માટે તે ઓલટાઈમ ફેવરેટ બ્રેકફાસ્ટ હોય છે. આ જ કારણ છે કે હવે શહેરની મહિલાઓ ન માત્ર ઘરે જ વિવિધ પ્રકારના પાસ્તા પ્રિપરેશન ટ્રાય કરી રહી છે, પરંતુ શેફની પાસેથી તેના સ્પેશિયલ ક્લાસ પણ લઈ રહી છે. આવો જ એક ક્લાસ તાજેતરમાં ફૂડ એક્સપર્ટ અવનિ પટની જૈને લીધો, જેમાં 150 મહિલાઓએ આ ઈટાલિયન ડિશ શીખી. અહીં જણાવવામાં આવેલી ત્રણ હેલ્ધી રેસિપી તમને પણ પસંદ આવશે.

પિંક પાસ્તા
કેવી રીતે બનાવવાઃ 1 કપ રેડ સોસ, 1 કપ વ્હાઈટ સોસ, અડધો કપ ક્રીમ અને ચીઝ મિક્સ કરો. તે ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરો. પિંક સોસ તૈયાર થઈ જશે. 2 ટેબલ સ્પૂન બટરમાં ઝીણી સમારેલી ડુંગળી, 2-ટી-સ્પૂન ઝીણું સમારેલું લસણ. બાફેલા પાસ્તા, મિક્સ હર્બ્સ અને પિંક સોસ નાખો.
ફાયદાઃ મિક્સ હર્બ્સમાં તુલસીના પાંદડા અને અજમાના સૂકાયેલા પાંદડાનો ઉપયોગ થાય છે. તે ઈમ્યુનિટી બૂસ્ટર છે.

બીટરૂટ પાસ્તા
કેવી રીતે બનાવવાઃ પેનમાં માખણ ગરમ કરો, દૂધ નાખીને ઉકાળો, બીટરૂટ પ્યુરી મિક્સ કરો, મીઠું, કાળા મરી અને ચીઝ નાખો. બીજા પેનમાં માખણ ગરમ કરીને લસણ, ડુંગળી શેકી લો. કેપ્સિકમ મરચાને સમારીને તેને ચઢવા દો. પાસ્તામાં તમામ હર્બ્સ અને બીટરૂસ સોસ નાખો.

ફાયદાઃ તે આયર્ન, સોડિયમસ ફોસ્ફોરસ અને પોટેશિયમથી ભરપૂર હશે. બાળકોની અંદર ઈમ્યુનિટી વધશે.

પાસ્તા સલાડ
કેવી રીતે બનાવવુંઃ બાફેલા પાસ્તામાં ઝીણા સમારેલા લાલ-પીળા કેપ્સિકમ, સ્વીટકોર્ન, ઝીણા સમારેલા ટામેટાં મિક્સ કરો. એક ટી-સ્પૂન ઓરેગાનો, અડધો કમ મેયોનીઝ મિક્સ કરો. બ્રોકલી, ગાજરને બાફીને નાખો.

પાસ્તા મિથ એન્ડ ફેક્ટ્સ
ખાસ વાત એ છે કે લગભગ 2400 વર્ષ પહેલા ઈટાલીમાં સૌથી પહેલા પાસ્તા તૈયાર કરવામાં આવ્યા. આ મિથ છે કે પાસ્તા મેંદામાંથી તૈયાર થાય છે. હકીકતમાં રવા અને ઘઉંના લોટમાંથી નીકળતા ડસ્ટ (વ્હીટ બ્રાન)થી તૈયાર થાય છે, જેના કારણે તેનાથી શરીરને ભરપૂર પ્રમાણમાં ફાઈબર મળે છે.

ફાયદાઃ બધી બાફેલી અને નોન-કૂક્ડ શાકભાજીમાંથી વિટામિન A અને એન્ટિઓક્સિડન્ટ વધશે, ઈમ્યુનિટી મજબૂત થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here