Sunday, November 28, 2021
Homebreaking: બીજી માર્ચથી અમદાવાદમાં કલમ 144 લાગુ, 16 માર્ચ સુધી બધા સરઘસ...
Array

breaking: બીજી માર્ચથી અમદાવાદમાં કલમ 144 લાગુ, 16 માર્ચ સુધી બધા સરઘસ પર પ્રતિબંધ

સમગ્ર ભારતની અને ગુજરાતની સ્થિતિને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે અમદાવાદમાં હાઈ એલર્ટને ધ્યાનમાં રાખીને સરકારે નિર્ણય કર્યો છે કે 2 માર્ચથી કલમ 144 લાગુ કરવામાં આવશે અને આ 16 માર્ચ સુધી રાખવામાં આવશે. આ દિવસો દરમિયાન કોઈ પણ પાર્ટી કે આમ જનતા કોઈ પણ પ્રકારનુ સરઘર નહીં કાઢી શકે.

રાજ્યભરમાં હાઇએલર્ટના પગલે અમદાવાદના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવાઇ છે. શાહપુર, ખાનપુર, કાલુપુર, શહેર કોટડા સહિત સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. સંવેદનશીલ વિસ્તારોમાં SRPની ટુકડીઓ બુલેટપ્રૂફ જેકેટ અને હથિયારો સાથે તૈનાત કરવામાં આવી છે. SRP સાથે સ્થાનિક પોલીસનું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ કરાઇ રહ્યુ છે.

દિલ્દીમાં હાઈ એલર્ટ

ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે યુદ્ધ જેવી પરિસ્થિતિ થઈ રહી છે. દિલ્દીમાં હાઈ એલર્ટ અને પાકિસ્તાનમાં પણ તમામ પ્રકારનાં એર સ્પેસ પણ બંધ કરી દીધા છે. તેમજ પાકિસ્તાનમાં બધી ઉડાનો રદ કરવામાઁ આવ્યાં છે. અને ભારતમાં પણ ઘણી ફ્લાઈટ રદ કરવામાં આવી છે. અને દરેક જનતાને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. દિલ્હીમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે .

ભારતે હુમલો કર્યો પછી સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર તૈયારી કરવામાં આવી રહી છે. જેમ કેબનાસકાંઠા જિલ્લો પાકિસ્તાન સરહદ સાથે જોડાયેલો છે. ત્યારે બનાસકાંઠાના સરહદી વાવ, સુઇગામ વિસ્તારમાં સુરક્ષાના ભાગ રૂપે હાઇ એલર્ટ જાહેર કરાયું છે. પાકિસ્તાન સાથે જમીન સરહદથી જોડાયેલા સુઇગામ, વાવ વિસ્તારના સરહદી વિસ્તારમાં અવર જવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સુરક્ષાના ભાગરૂપે હાલ નડાબેટ ખાતે ટુરિઝમ અને ઝીરો પોઇન્ટની રસ્તાની કામગીરી અટકાવી દેવાઈ છે.

આ વિસ્તારમાં કામ કરતા મજૂરોને સરહદી વિસ્તારમાંથી હટાવી દેવા તજવીજ હાથ ધરાઈ છે. તો પ્રવાસીઓ માટે સીમાદર્શન પણ બંધ કરી દેવાયું છે. સરહદી વાવ, સુઇગામ વિસ્તારમાં પોલીસ, સીમા સુરક્ષા દળ અને ગુપ્તચર એજન્સીઓ સતર્ક બની છે. પાકિસ્તાનની સરહદ પરની ગતિવિધિઓ પર સેના બાજ નજર રાખી રહી છે. નોટિફાઇડ એરિયા એવા વાવ, સુઇગામ તાલુકામાં પણ પોલીસ શંકાસ્પદ હિલચાલ પર નજર રાખી રહી છે.

ભારતે કરેલા હુમલા બાદ હેલ્થ વિભાગે લીધો નિર્ણય –

  • ગાંધીનગર – સરહદી વિસ્તારમાં દવાઓનો સ્ટોક પુરતો રાખવા અપાઈ સુચના,
  • હેલ્થ વિભાગે સરહદી વિસ્તારોમાં આપી સુચના,
  • તમામ પીએચસી અને સીએચસી સેન્ટરોમાં અપાઈ સુચના,
  • તમામ સ્ટાફને હાજર રહેવા અપાયા આદેશ,

ભૂજમાં સેનાએ હેલ્પલાઈન નંબર જારી કર્યા છે. આતંકીઓ પર એર સ્ટ્રાઈક બાદ કચ્છ જિલ્લામાં હેલ્પલાઇન નંબર જારી કરાયા છે. સરહદી જિલ્લામાં કોઈ પણ જગ્યાએ અનિચ્છનીય બનાવ કે શંકાસ્પદ ગતિવિધિ કે બિનવારસી વસ્તુ મળી આવે તો હેલ્પલાઈન 02832-258439 પર જાણ કરવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.

તો સાથે જ સરહદી કોસ્ટલ વિસ્તારોમાં પોલીસનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. LCB, SOG અને મરીન પોલીસ સહિતની પોલીસની વિવિધ ટીમો ચેકિંગ કરીને શંકાસ્પદ હિલચાલ પર નજર રાખી રહી છે. બૉમ્બ સ્કોડ , ડોગ સ્કોડ સહિતની ટીમો પણ ચેકીંગમાં જોડાઈ છે. ખાસ કરીને જુના કંડલા, નવા કંડલા, મીઠાપોર્ટ, સિરવા અને બન્ના વિસ્તારમાં સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

 

  • સરહદી કોસ્ટલ વિસ્તારમાં પોલીસનું સઘન ચેકીંગ,
  • LCB, SOG અને મરીન પોલીસ સહિતની પોલીસની વિવિધ ટીમોએ શરૂ કર્યું ચેકીંગ.
  • બૉમ્બ સ્કોડ , ડોગ સ્કોડ સહિતની પોલીસની વિવિધ ટીમોએ શરૂ કર્યું ચેકીંગ.
  • જુનાકંડલા, નવાકંડલા, મીઠાપોર્ટ, સિરવા અને બંના વિસ્તારમાં સદન ચેકીંગ હાથ ધરાઈ.
  • હાઇએલર્ટ વચ્ચે પોલીસની કામગીરી

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments