અમદાવાદ : ગ્રાહક સુરક્ષાના નામે તોડ કરતી ગેંગ ઝડપાઇ, ત્રણ મહિલા સહિત 6ની ધરપકડ

0
0

ઝડપાયેલા આરોપીઓ ગ્રાહક સુરક્ષાના નામે હોટલોમાં માલિકો પાસે તોડ કરતા

અમદાવાદ શહેરમાં ડમી ગ્રાહક સુરક્ષાના અધિકારીની ઓળખ આપી રૂપિયા પડાવતી ગેંગ ઝડપાઇ છે. આ મામલે પોલીસે 3 મહિલા સહિત 6 લોકોની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓ ગ્રાહક સુરક્ષાના નામે હોટલોમાં વેપારીઓ પાસે તોડ કરતા હતા.

હોટલ માલિકો પાસે લાયસન્સ ચેક કરી ગ્રાહક સુરક્ષા ના સભ્યો બનાવવા માટે 1500 રૂપિયાની પહોચ આપી 15000 પડાવતા હતા. અને કોઇ સરકારી કાર્યવાહી ન થાય તેવી બાહેધરી આપતા હતા.

ઘટનાની વિગત મુજબ ઓઢવ રિંગરોડ પર આવેલી એક હોટલમાં આરોપીઓએ ગ્રાહક સુરક્ષાના નકલી અધિકારી બની હોટલના માલિક પાસે રૂપિયા માંગ્યા હતા. જો હોટલમાં કોવિડ 19 પોઝિટિવ કેસ આવશે તો કોર્પોરેશન અને પોલીસ આવી એ કઈ કરી નહિ શકે તેવા વચનો આપ્યા હતા. હોટલ પણ સીલ નહિ થાય તેવા પણ વચનો અને લાલચ આપી હતી. ઉપરાંત સંસ્થાનો વકીલ તમને કાયદાકીય મદદ કરશે તેવી બાંહેધરી આપી રૂપિયા પડાવતા હતા.

જોકે આરોપીઓએ વધુ દબાણ કરતા લોકો ભેગા થઈ ગયા અને ઝડપી પાડી પોલીસને સોંપતા પોલીસે વડોદરા કનેક્શન ખોલી અન્ય કેટલા લોકોને ભોગ બનાવ્યા તે તપાસ હાથ ધરી છે.

પોલીસે આરોપી સાગર શર્મા, યુવરાજ સિંહ રાજ, અશ્વિન ખસિયા, મનિશા ભોહા, નિરાલી રાઠવા અને ઈન્દુબેન નાયકની ધરપકડ કરી જેલને હવાલે કરી દીધા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળી છે કે આ તમામ આરોપીઓ મૂળ વડોદરાના છે. ત્યારે આ મામલે પોલીસે આરોપીઓએ વધુ ઠગાઈ આચરી હોવાનું માની આગળની તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here