Breaking News: કૃષિ કાયદાના વિરોધમાં કેન્દ્ર સરકારમાં મંત્રી હરસિમરત કૌર આપશે રાજીનામુ

0
13

કૃષિ સંબંધિત અધ્યાદેશ લાવનારી મોદી સરકારને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપની સહયોગી શિરોમણી અકાલી દળ અધ્યાદેશનો વિરોધ કરી રહ્યું છે.

સીએન 24,ન્યુઝ

નવી દિલ્હીઃ કૃષિ સંબંધિત અધ્યાદેશ લાવનારી મોદી સરકારને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપની સહયોગી શિરોમણી અકાલી દળ અધ્યાદેશનો વિરોધ કરી રહ્યું છે. ગુરૂવારે જ્યારે બિલને લોકસભામાં રજૂ કરવામાં આવ્યો તો શિરોમણી અકાલી દળના સાસંદ સુખબીર સિંહ બાદલે વિરોધ કર્યો હતો. તેમણે સરકારને મોટો ઝટકો આપતા કહ્યુ કે, હરસિમરત કૌર બાદલ મંત્રી પદેથી રાજીનામુ આપશે.

સુખબીર સિંહ બાદલે કહ્યુ કે, શિરોમણી અકાલી દળના સભ્ય અને કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલ સરકારમાંથી રાજીનામુ આપશે. અમે આ નિર્ણય બિલના વિરોધમાં લીધો છે. સુખબીર સિંહ બાદલે કહ્યુ કે, અમે આ બિલનો વિરોધ કરીએ છીએ. તેનાથી 20 લાખ ખેડૂતો પર અસર પડશે. આઝાદી બાદ દરેક રાજ્યએ પોતાની યોજના બનાવી. પંજાબની સરકારે છેલ્લા 50 વર્ષમાં ખેતીને લઈને ઘણા કામ કર્યાં છે. પંજાબમાં ખેડૂત ખેતીને પોતાનું બાળક સમજે છે. પંજાબ પોતાનું પાણી દેશવાસીને કુરબાન કરી દે છે.

આ પહેલા પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે આ મુદ્દા પર કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલ અને શિરોમણી અકાલી દલન અધ્યક્ષ સુખબીર સિંહ બાદલને એનડીએ ગઠબંધન છોડવાનો પડકાર ફેંક્યો હતો. ગુરૂવારે એક નિવેદન જારી કરી કેપ્ટન અમરિંદરે કહ્યુ કે, બાદલ પરિવાર હજુ પણ સરકારની સાથે છે, જ્યારે મોદી સરકાર ખેડૂતોની વિરોધમાં બિલ લાવી રહી છે. તેવામાં શિરોમણી અકાલી દળના નાટકથી પંજાબના ખેડૂતોનું નુકસાન પરત થશે નહીં, જે તેણે પહેલા કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here