13 હજાર રૂપિયાના ફાયદા સાથે ઘરે લઇ આવો Heroનું આ ધાંસૂ સ્કૂટર, ફરી નહી મળે આવી ઑફર

0
65

1 એપ્રિલ 2020થી દેશમાં નવા BS-VI એમિશન નૉર્મ્સ લાગુ થવા જઇ રહ્યાં છે. તેને જોતાં કાર અને ટુવ્હીલર કંપનીઓ BS-IV મોડલ્સનો સ્ટૉક સસ્તામાં કાઢી રહી છે. તેના માટે ઑફર્સ આપીને ગ્રાહકોને આકર્ષવામાં આવી રહ્યાં છે. હીરો મોટોકોર્પ (Hero Motocorp)એ પણ આવી જ એક ઑફર બહાર પાડી છે, જેના અંતર્ગત કંપની સિલેક્ટેડ સ્કૂટર્સના BS-IV મોડલ પર 13 હજાર રૂપિયા સુધીની બચતની તક આપી રહી છે.

hero

Hero સ્કૂટર પર ફાયદો જ ફાયદો

જે Hero સ્કૂટર્સ પર આ ઑફર માન્ય છે તેમાં મેસ્ટ્રો એજ 125, મેસ્ટ્રો એજ 110, ડેસ્ટિની 125, પ્લેઝર અને પ્લેઝર+ સામેલ છે. 13000 રૂપિયા સુધીની બચતમાં 5000 રૂપિયા સુધીના કેશ બેનેફિટ્સ સામેલ છે. કંપનીનું કહેવું છે કે આ સ્કૂટરના BS-VIમોડલ, BS-IV મોડલની તુલનામાં 8000 રૂપિયા સુધી મોંઘા થશે. એટલે કે હજુ BS-IV મોડલ ખરીદવા પર 8000 રૂપિયા સુધી બચત થશે. Hero મોટોકોર્પ સ્કૂટરને EMI પર ખરીદવાની પણ સુવિધા આપવામાં આવી રહી છે. તેના માટે ડાઉન પેમેન્ટ 1234 રૂપિયાથી શરૂ થાય છે.

5 રાજ્યોમાં આ ઑફર માન્ય નથી

હીરો મોટોકોર્પની આ ઑફર 31 માર્ચ 2020 સુધી કે BS-IV સ્ટોક પૂરો થવા સુધી માન્ય છે. 5000 રૂપિયા સુધીનું કેશ બેનેફિટ ડુએટને છોડી અન્ય તમામ હીરો સ્કૂટર્સ પર ઉપલબ્ધ થશે. કંપનીની વેબસાઇટ પર ઉપલબ્ધ જાણકારી અનુસાર, ઑફરનો લાભ કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને કેરળમાં નહી લઇ શકાય.

hero

આ બાઇક અને સ્કૂટર્સનું વેચાણ

હીરો મોટોકોર્પ ભારતમાં  આ સમયે Xpulse 200, Xpulse 200T, Xtreme 200S, Xtreme 200R, Karizma ZMR, Xtreme Sports, Achiever 150, Glamour, Super Splendor IBS, New Super Splendor IBS, Passion, Splendor iSmart+ IBS, HF Deluxe IBS i3S બાઇકનું વેચાણ કરે છે. તેના સ્કૂટર પોર્ટફોલિયોમાં Destini 125, Duet, Maestro Edge, Maestro Edge 125, Pleasure, Pleasure+ સામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here