Thursday, September 23, 2021
Homeકોરોનાના વધી રહેલા કેસોને પગલે બ્રિટને ભારતને ટ્રાવેલ રેડ લિસ્ટમાં મુકી દીધો
Array

કોરોનાના વધી રહેલા કેસોને પગલે બ્રિટને ભારતને ટ્રાવેલ રેડ લિસ્ટમાં મુકી દીધો

કોરોનાના વધી રહેલા કેસોને પગલે બ્રિટને ભારતને ટ્રાવેલ રેડ લિસ્ટમાં મુકી દીધો છે. ભારતમાં કોરોનાના કેસો ચરમ સિમાએ હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનો દાવો બ્રિટને કર્યો હતો. આ પહેલા બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સને પણ ભારતની પોતાની મુલાકાતને રદ કરી દીધી હતી. જેને પગલે હવેથી બ્રિટનમાં ભારતના લોકોને હાલ પુરતો પ્રવેશ આપવામાં નહીં આવે.

સિંગાપોરમાં જતા ભારતીયોએ હવે ત્રણ સપ્તાહ સુધી ક્વોરન્ટાઈન રહેવું પડશે, અન્ય દેશો પણ પ્રતિબંધોની તૈયારીમાં

બ્રિટન જેવા જ નિર્ણયો અમેરિકા અને અન્ય દેશો દ્વારા પણ લેવામાં આવી રહ્યા છે. અમેરિકાના સેંટર ફોર ડિસીઝ કંટ્રોલે અમેરિકાના નાગરિકોને ચેતવણી આપી છે કે તેઓ ભારતમાં હાલ કોરોના મહામારી ચાલી રહી હોવાથી ભારતની મુલાકાત લેવાનું ટાળે. ભારતમાં કોરોના મહામારીની બીજી લહેર વધુ ખતરનાક માનવામાં આવી રહી છે જેને પગલે આ દેશો પણ એલર્ટ થઇ ગયા છે. સીડીસીએ દાવો કર્યો છે કે ભારત જતા લોકોએ કોરોનાની રસીના બન્ને ડોઝ લઇ દીધા હોવા છતા તેમના પર કોરોના વાઇરસનો ખતરો રહેલો છે. તેઓ વાઇરસના અનેક વેરિએંટ્સથી સંક્રમિત થઇ શકે છે.

હોંગકોંગે પણ ભારતીય ફ્લાઇટો પર પ્રતિબંધ મુકી દીધો છે. હાલ ભારતથી જે ૪૯ મુસાફરો હોંગકોંગ ગયા છે તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેને પગલે આ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. સાથે જ હોંગકોંગથી ભારત આવતા મુસાફરોને પણ સતર્ક રહેવાની ચેતવણી આપી દીધી છે. હાલ હોંગકોંગમાં જતા લોકોએ ફરજિયાત ત્રણ સપ્તાહ સુધી ખુદને ક્વોરંટિન કરવા પડે છે. જે દરમિયાન તેમનો ટેસ્ટ પણ કરાય છે. જેમાં ૪૯ ભારતીય મુસાફરોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેને પગલે હવે હોંગકોંગે બધી જ ભારતીય ફ્લાઇટ્સ પર હાલ પુરતો પ્રતિબંધ મુકી દીધો છે.

સિંગાપોરે પણ હોંગકોંગ અને અન્ય દેશો જેવા જ નિયમો લાગુ કરી દીધા છે. સિંગાપોરે જણાવ્યું છે કે ભારતથી સિંગાપોર આવતા લોકોએ વધુ સાત દિવસ સુધી ખુદને ક્વોરંટિન કરવા પડશે. હાલ સિંગાપોર જતા લોકોએ ૧૪ દિવસ માટે ફરજિયાત ક્વોરંટિન થવું પડે છે તેમાં હવે સાત દિવસ વધારી દેવામાં આવ્યા છે. એટલે કે ત્રણ સપ્તાહ સુધી ભારતથી જતા લોકોએ ખુદને ક્વોરંટિનમાં રાખવા પડશે. સિંગાપોર પ્રશાસન નક્કી કરે તે સ્થળે ૧૪ દિવસ અને બાકીના સાત દિવસ તેઓ જ્યાં રોકાવાના હોય ત્યાં ક્વોરંટિનમાં રહેવું પડશે તેમ સ્થાનિક પ્રશાસને જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments