Saturday, April 20, 2024
Homeકોરોના વિશ્વમાં : બ્રિટનમાં આગામી ઠંડીની સીઝનમાં પણ માસ્ક પહેરવું પડી શકે...
Array

કોરોના વિશ્વમાં : બ્રિટનમાં આગામી ઠંડીની સીઝનમાં પણ માસ્ક પહેરવું પડી શકે છે, જર્મનીમાં ફરી લોકડાઉનના સંકેત

- Advertisement -

વિશ્વમાં કોરોનાના દર્દીઓનો આંકડો 6.85 કરોડને પાર પહોંચી ગયો છે. 4 કરોડ 74 લાખથી વધુ લોકો સાજા થઈ ચૂક્યા છે. અત્યારસુધીમાં 15 લાખ 62 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ આંકડા www.worldometers.info/coronavirus મુજબના છે. બ્રિટનના સાયન્સ ચીફે કહ્યું છે કે ભલે દેશમાં વેક્સિન આવી ગઈ હોય, પરંતુ આગામી ઠંડીની સીઝનમાં પણ બ્રિટનના લોકોએ માસ્ક પહેરવું પડી શકે છે. ઈટાલી અને જર્મનીમાં સંક્રમણ હાલ પણ કાબૂમાં આવ્યું નથી. ઈટાલીમાં તો મૃત્યુનો આંકડો 60 હજારને વટાવી ગયો છે.

મંગળવારે લંડનના એક રસ્તા પરથી પસાર થતા લોકો.
મંગળવારે લંડનના એક રસ્તા પરથી પસાર થતા લોકો.
એલર્ટ રહે બ્રિટનના લોકો
બ્રિટન સરકારના ચીફ સાયન્સ એડવાઈઝર પેટ્રિક વાલેન્સે દેશના લોકોને બેદરકારીથી બચવાની સલાહ આપી છે. ધ ટેલિગ્રાફ ન્યૂઝપેપર સાથેની વાતચીતમાં પેટ્રિકે કહ્યું- એ વાત સાચી છે કે આપણો દેશ વેક્સિન લગાવનારો પ્રથમ દેશ બની ગયો છે. આ ખૂબ મોટી સફળતા છે. જોકે એનો અર્થ એ નથી કે આપણે બેદરકાર થઈ જઈએ. મારું માનવું છે કે આપણે અગામી ઠંડીમાં પણ માસ્ક પહેરવું પડી શકે છે અને એના માટે તૈયાર રહેવું જોઈએ. વેક્સિનની સાથે જો લોકો સાવધાની રાખશે તો એ તેમના માટે સારું રહેશે. તેની સાથે જ પ્રતિબંધ લાગુ રહેશે, કારણ કે એનો કોઈ વિકલ્પ નથી.

 

ઈટાલીમાં પણ સ્થિતિ બગડી

યુરોપના વધુ એક દેશ ઈટાલીમાં પણ સ્થિતિ સુધરી નથી. મંગળવારે મૃત્યુ પામનારાઓનો આંકડો 60 હજારથી વધુ થઈ ગયો. મંગળવારે અહીં એક જ દિવસમાં 564 લોકોનાં મૃત્યુ થયાં છે. આ દરમિયાન લગભગ 19 હજાર નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. અહીં સોમવારે 21 હજાર કેસ પ્રકાશમાં આવ્યા હતા. કોરોનાનાં મૃત્યુના મામલામાં ઈટાલી વિશ્વમાં હાલ છઠ્ઠા સ્થાને છે.

ઈટાલીના રોમમાં મંગળવારે એક વોલ પેઇન્ટિંગની સામેથી પસાર થતી મહિલાઓ.
ઈટાલીના રોમમાં મંગળવારે એક વોલ પેઇન્ટિંગની સામેથી પસાર થતી મહિલાઓ.

 

ટ્રમ્પના વકીલની સ્થિતિ સારી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વકીલ રૂડી ગિઉલાની સંક્રમણ પછી હવે સ્વસ્થ છે અને તેમને આજે હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી શકે છે. 76 વર્ષના રૂડી ન્યૂયોર્કના મેયર પણ રહી ચૂક્યા છે.

જર્મની પ્રતિબંધ સખત કરશે

ફ્રાન્સમાં લોકડાઉનને મળેલી સફળતા પછી જર્મન સરકારે આ મામલામાં પોતાનું વલણ બદલ્યું છે. જર્મનની હેલ્થ મિનિસ્ટ્રીએ મંગળવારે રાતે કહ્યું હતું કે હાલ જે સ્થિતિ છે એને ગંભીરતાથી લેવી પડશે. અમારી પાસે હવે પ્રતિબંધોને સખત કરવા સિવાય વિકલ્પ નથી. દેશમાં ઝડપથી તમામ સ્કૂલોને બંધ કરવામાં આવી શકે છે. આ સિવાય બિનજરૂરી દુકાનો બંધ પણ કરવામાં આવી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે સરકાર ફરી લોકડાઉન પણ જાહેર કરી શકે છે.

વેક્સિનેશનને અનિવાર્ય ન કરો

WHOએ કહ્યું છે કે કોવિડ-19 વેક્સિનને અનિવાર્ય કે મેન્ડેટરી ન કરવી જોઈએ. સંગઠને કહ્યું છે કે એનો ઉપયોગ મેરિટના આધારે કરવામાં આવે. અનિવાર્ય કરવાથી કોઈ ફાયદો નથી. જેને એની જરૂર છે તેને જરૂર આપવી જોઈએ. હવે અમારે એ જોવું પડશે કે દેશ આ વેક્સિનનો ઉપયોગ કઈ રીતે કરે છે. બીજી તરફ યુએનની હેલ્થ એજન્સીએ એને મેન્ડેટરી કરવાનું કહ્યું છે.

કોરોના પ્રભાવિત ટોપ-10 દેશની સ્થિતિ

દેશ સંક્રમિત મૃત્યુ સાજા થયા
અમેરિકા 1,55,91,596 2,93,398 90,87,057
ભારત 97,35,975 1,41,398 92,14,806
બ્રાઝિલ 66,75,915 1,78,184 58,54,709
રશિયા 25,15,009 44,159 19,81,526
ફ્રાન્સ 23,09,621 56,352 1,71,868
ઈટાલી 17,57,394 61,240 9,58,629
યુકે 17,50,241 62,033 ઉપલબ્ધ નથી
સ્પેન 17,15,700 46,646 ઉપલબ્ધ નથી
આર્જેન્ટીના 14,69,919 40,009 13,05,587
કોલંબિયા 13,84,610 38,158 12,78,326

(આંકડા www.worldometers.info/coronavirus મુજબના છે.)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular