Wednesday, August 4, 2021
Google search engine
HomeSample Page

Sample Page Title

આ વખતે ઓલિમ્પિકમાં બ્રિટનની વિક્રમી 376 સભ્યોની ટીમ ઉતરી રહી છે. પ્રથમ વખત પુરુષ ખેલાડીઓથી વધુ મહિલા ખેલાડી છે. બ્રિટનના 176 પુરુષ જ્યારે 200 મહિલા ખેલાડીઓએ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું છે. આ ખેલાડીઓમાં 6 માતા પણ છે. આ સુપર મોમ્સના માથે બેવડી જવાબદારી છે. તેમણે બાળકોના ઉછેરની સાથે તૈયારી પણ કરી છે. કોવિડના કારણે ઓલિમ્પિકમાં ખેલાડીઓના બાળકો સાથે પ્રવેશ પર પ્રતિબંધ છે. જોકે, આયોજકોએ નિર્ણય બદલ્યો છે કે જો જરૂરી હોય તો નર્સિંગ ચિલ્ડ્રન સાથે આવી શકે છે.

તીરંદાજ નાઓમી પાંચમી વખત ઓલિમ્પિકમાં રમશે
બ્રિટનની નાઓમી ફોકાર્ડ પોતાની 5 મહિનાની પુત્રી માટે બે સપ્તાહનું બ્રેસ્ટ મિલ્ક સંગ્રહિત કરીને ઓલિમ્પિકમાં ભાગ લઈ રહી છે. 37 વર્ષની તીરંદાજ નાઓમી પાંચમી વખત ઓલિમ્પિકમાં ભાગ લઈ રહી છે. તેણે પુત્રી એમિલી માટે 80 બોડલ બ્રેસ્ટ મિલ્ક સ્ટોર કર્યું છે. તે કહે છે, ‘મને જ્યારે ખબર પડી કે એમિલી જઈ શકતી નથી તો પહેલા મેં પણ ન રમવાનો વિચાર કર્યો હતો. જોકે,ઓલિમ્પિક છોડવી મુશ્કેલ નિર્ણય હોય છે. આથી તેના વગર જવાનો નિર્ણય લીધો.’

ડબલ ચેમ્પિયન રોઅર ત્રીજા ગોલ્ડ માટે ઉતરશે
​​​​​​​
35 વર્ષની હેલેન ગ્લોવરે જોડિયાં બાળકોનાં ઉછેર સાથે તૈયારી કરી છે. રોઈંગમાં ડબલ ચેમ્પિયન ગ્લોવરે ગયા વર્ષે જાન્યુઆરીમાં પુત્ર-પુત્રીને જન્મ આપ્યો છે. એ વર્ષે જ ઓલિમ્પિક યોજાવાની હતી. તે ત્રીજા ગોલ્ડની તૈયારી કરે છે. તે બાળકો બો અને કિટને બ્રેસ્ટફીડિંગ કરાવતી રહીને પ્રેક્ટિસ કરતી હતી. હવે તેના જોડિયા બાળકો 18 મહિનાના છે. તેનો ત્રણ વર્ષનો એક પુત્ર લોગાન પણ છે. તે કહે છે, ‘બાળકો પાસેથી મને મોટિવેશન મળે છે. હું બીજી મહિલાઓ માટે પણ પ્રેરણા બનવા માગું છું’.

સાઈકલિસ્ટ લિજી બે વર્ષની પુત્રીને છોડીને ગોલ્ડ જીતવા જઈ રહી છે
32 વર્ષની સાઈકલિસ્ટ લિજી ડેગમેનને બે વર્ષની પુત્રી ઓરલા છે. તેણે લંડન ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે કહ્યું, ‘કોન્ટ્રાક્ટમાં લખ્યું છે કે, અમે માતા બની શકીએ નહીં. જો હું પરિવાર શરૂ કરવા માગું છું તો તે મારો અધિકાર છે. તેને કોઈ કરાર દ્વારા નક્કી ન કરવો જોઈએ.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments