Thursday, August 5, 2021
No menu items!
Homeબ્રિટનના PM બોરિસ જોન્સને ભારતની મુલાકાત રદ કરી, 26મી જાન્યુઆરીએ મુખ્ય મહેમાન...
Array

બ્રિટનના PM બોરિસ જોન્સને ભારતની મુલાકાત રદ કરી, 26મી જાન્યુઆરીએ મુખ્ય મહેમાન બનવાના હતા

કોરોના વાયરસના સંકટને પગલે બ્રિટનના PM બોરિસ જોનસને ભારતની મુલાકાત રદ કરી છે. સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ બ્રિટનમાં કોરોના વાયરસનું સંકટ વધી રહ્યું છે જેને પગલે વડાપ્રધાન બોરિસ જોનસને ભારતની મુલાકાત રદ કરી છે. બોરિસ જોનસન 26મી જાન્યુઆરીએ ભારતના અતિથિ બનવાના હતા.

UKમાં અત્યાર સુધીમાં 27 લાખ 13 હજાર 563 કેસ નોંધાયા છે. જેમા 75 હજાર 431 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં UKમાં 58 હજાર 784 કેસ નોંધાયા હતા અને 407 લોકોના મોત થયા હતા.

બ્રિટનમાં વેક્સિનેશનની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ કોરોના અટકવાનું નામ નથી લેતો. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને બોરિસ જોહન્સન સરકારે માર્ચ સુધીમાં દેશમાં કડક લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. લોકડાઉન સાત સપ્તાહ રહેશે. માનવામાં આવે છે કે બ્રિટનમાં કોરોનાને કારણે મોતનો આંક એક લાખ સુધી પહોંચતો રોકવા માટે સરકારે આ અભિયાન હાથમાં લીધું છે. અત્યારસુધીમાં મહામારીમાં 75 હજારથી વધારે લોકોના જીવ ગયા છે. 22 ફેબ્રુઆરી સુધી પ્રતિબંધોમાં રાહત મળવાની કોઈ શક્યતા નથી.

આ ઉપરાંત સરકારે ફેબ્રુઆરી મધ્ય સુધીમાં સ્કૂલો પણ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ઘરમાં જ રહે. દિવસમાં એકવાર એક્સરસાઈઝ કરે. 4 જાન્યુઆરીથી રાતે બિનજરૂરી દુકાનો પણ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ દરમિયાન ન્યૂયોર્કમાં 4 જાન્યુઆરીએ નવા સ્ટ્રેનનો એક કેસ નોંધાયો છે. ગવર્નર એન્ડ્ર્યુ ક્યુમોએ આ વાતની સ્પષ્ટતા કરી છે. આ પહેલાં કોલોરાડો અને કેલિફોર્નિયામાં પણ એક સ્ટ્રેનનો નવો કેસ નોંધાયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments