બ્રિટનના PM જોહન્સન – લોકડાઉન લગાવવામાં આવશે નહીં, બ્રિટનમાં એક જ દિવસમાં 574 લોકોનાં મોત

0
5

વિશ્વમાં કોરોના દર્દીઓની સંખ્યા 7.97 કરોડને પાર થઈ ગઈ છે. 5 કરોડ 61 લાખથી વધુ લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં 17 લાખ 48 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે. બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોહન્સને દેશમાં લોકડાઉન લગાવવાની ના પાડી દીધી છે. જોહન્સનનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ગુરુવારે એક જ દિવસમાં 574 લોકોના મૃત્યુ થયા છે.

બ્રિટનથી બે અપડેટ્સ…

પ્રથમ:

બોરિસ જોહન્સને દેશમાં લોકડાઉન લગાવવાનો સ્પષ્ટ રીતે ઇનકાર કર્યો છે. જોહન્સનના જણાવ્યા મુજબ જલદીથી પરિસ્થિતિને કાબૂમાં લેવા પ્રયાસો ચાલી રહ્યા છે. બ્રિટનમાં ગુરુવારે એક જ દિવસમાં 574 લોકોના મૃત્યુ થયા છે. આ પહેલા બુધવારે 744 લોકોનાં મોત નીપજ્યાં હતાં. દેશમાં અત્યાર સુધીમાં કુલ 69,625 લોકોના મૃત્યુ થયા છે.

બીજું:

દેશમાં વેક્સિનેશન ડ્રાઇવ પણ ઝડપી ગતિએ ચલાવવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 6 લાખ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. બ્રિટને યુરોપમાં ફાઇઝર-બાયોએનટેકને સૌથી પહેલા મંજૂરી આપી હતી. અહીં આ મહિનાની શરૂઆતમાં જ વેક્સિનેશન શરૂ થયું હતુ. સરકારનું કહેવું છે કે ટૂંક સમયમાં દેશના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં વેક્સિનેશનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

કેલિફોર્નિયામાં 20 લાખ કેસ થયા

અમેરિકામાં કોરોનાથી રાહતનાં કોઈ સંકેતો નથી. અહીં કેટલાક રાજ્યોમાં સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. કેલિફોર્નિયાનું નામ આમાં પ્રથમ લેવાઈ રહ્યું છે. આ રાજ્યમાં કોરોનાના કુલ કેસ 20 લાખથી વધુ થયા છે. દેશમાં અત્યાર સુધીમાં ત્રણ લાખ 26 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.

ક્રિસમસ પર વધુ જોખમ

યુરોપીયન દેશો ક્રિસમસના તહેવાર પર પણ ભયભીત લાગી રહ્યા છે. મોટાભાગના દેશોએ પ્રતિબંધો પીઆર કોઈ રાહત આપી નથી. ઈટલી અને જર્મનીમાં તો લોક ડાઉન રહેશે, પણ ફ્રાન્સે પણ કોરોનાને લઈને સ્થિતિ સંભાળી છે. તેથી, કડક નિયમોના પાલન સાથે મોટા શહેરોમાં દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પની પત્ની મેલાનીયા સાથે રજા માણવા માટે અમેરિકાના તેમના લક્ઝુરિયસ રિસોર્ટ ચાલ્યા ગયા છે. તેની ટીકા થઈ રહી છે કારણ કે અમેરિકામાં સંક્રમણને કાબુમાં રાખવાના પ્રયત્નો સફળ થયા નથી.

મોટાભાગના દેશોની સરકારોએ ચેતવણી જારી કરી છે. તેમનું કહેવું છે કે ક્રિસમસ પર લોકો એક જગ્યાએ ભેગા ન થાય. આને કારણે સંક્રમણ વધુ ઝડપથી ફેલાઇ શકે છે અને પછી પરિસ્થિતિ બેકાબૂ થઈ શકે છે.

કોરોનાથી અસરગ્રસ્ત ટોપ-10 દેશોની પરિસ્થિતી…

દેશ કેસ મૃત્યુ સાજા થયા
અમેરિકા 19,111,326 337,066 11,219,123
ભારત 10,147,468 147,128 9,717,198
બ્રાઝિલ 7,425,593 190,032 6,448,740
રશિયા 2,963,688 53,096 2,370,857
ફ્રાન્સ 2,527,509 62,268 188,639
બ્રિટન 2,188,587 69,625 ઉપલબ્ધ નહીં
તુર્કી 2,100,712 19,115 1,935,292
ઈટલી 2,009,317 70,900 1,344,785
સ્પેન 1,869,610 49,824 ઉપલબ્ધ નહીં
અર્જેંટીના 1,614,326 29,681 1,184,400

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here