બ્રિટનમાં પણ વંશવાદ : ભારતીય મૂળના નાણામંત્રી ઋષિ સુનાકે કહ્યું- બાળપણમાં મારી સાથે વંશિય ભેદભાવ કરવામાં આવ્યો હતો, તે શબ્દો ખૂબ જ ખુંચતા હતા

0
17

લંડન. બ્રિટનના નાણામંત્રી ઋષિ સુનાકે રવિવારે ખુલાસો કર્યો હતો કે નાનપણમાં તેમને પણ વંશિય ટિપ્પણી અને ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. જોકે, સુનાકે એમ પણ કહ્યું કે દેશમાં હવે ઘણી પ્રગતિ થઈ છે. તેઓ ભારતીય મૂળના છે. તેણે કહ્યું- જ્યારે નાના ભાઈ-બહેનો સામે આવું વર્તન થતું ત્યારે વધુ ખરાબ લાગતું હતું.

લંડનમાં શનિવારે વંશિય ભેદભાવ સામે વિરોધ અને હિંસા થઈ હતી. સુનાક આ વિરોધ પ્રદર્શનો ઉપર ટિપ્પણી કરી રહ્યા હતા. સ્કાય ન્યૂઝ સાથે વાત કરતાં તેમણે કહ્યું- આ (વંશિય ભેદભાવ) એવી વસ્તુ છે જે આપમેળે થઈ રહી છે. પરંતુ, આ એકદમ પીડાદાયક છે. નાના ભાઈ-બહેન સામે ખરાબ લાગતું હતું પણ હું તેમને આમાંથી બચાવવા માંગતો હતો.

તે શબ્દો ઘણા ખુંચતા હતા
સુનાક બોરિસ જ્હોનસન સરકારના સૌથી સક્ષમ મંત્રીમાં ગણાય છે. વંશિય બાબતો પર, તેમણે કહ્યું- માત્ર થોડા જ શબ્દો કહેવાતા હતા પરંતુ, આ શબ્દો જેટલા પીડા આપતા એટલી પીડા બીજી કોઈ બાબતમાં થતી ન હતી. આ શબ્દો તમારા હૃદયને ચીરી નાખે છે. નાણામંત્રીએ કહ્યું કે શનિવારે લંડનમાં જે હિંસક દેખાવો થયા તે આઘાતજનક અને ઘૃણાસ્પદ છે. જે આ માટે દોષિત છે, તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

બ્રિટન સહનશીલ દેશ છે
એક સવાલના જવાબમાં સુનાકે કહ્યું – બ્રિટન હંમેશા ખુલ્લો, સહિષ્ણુ અને સહનશીલ દેશ રહ્યો છે. શનિવારે આપણે જે જોયું તે હકીકત નથી. એક લઘુમતી જૂથ એવું હોય છે જે હંમેશા માનીને ચાલે છે કે તેમની સાથે જાતિવાદી વલણ અપનાવવામાં આવી રહ્યું છે. પરંતુ, હું આપણા દેશની આવી છબી દર્શાવવા માંગતો નથી.

બ્રિટને ઘણો વિકાસ કર્યો છે
સુનાકે કહ્યું- મને લાગે છે કે જ્યારે મારા દાદા અહીં આવ્યા હતા, ત્યારથી અત્યાર સુધીમાં દેશ અને સમાજે ઘણી પ્રગતિ કરી છે. બ્રિટનમાં સોમવારથી કેટલીક શરતો સાથે આવશ્યક ન હોય તેવી ચીજોની દુકાન અને બજારો ખોલવામાં આવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here