PNB કૌભાંડી નીરવ મોદીને બ્રિટિશ કોર્ટે જામીન ન આપ્યા

0
12

લંડન, તા. 27 જુલાઇ 2019, શનિવાર

પંજાબ નેશનલ બેંક સાથે અબજોનું કૌભાંડ કરીને નાસી ગયેલા ઝવેરી નીરવ મોદીને બ્રિટિશ કોર્ટે જામીન આપવાનો ઇનકાર કર્યો હતો અને હવે પછીની સુનાવણી સુધી એટલે કે 22 ઑગષ્ટ સુધી જ્યુડીસીયલ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.

ભારતમાં વોન્ટેડ એવા આ આરોપીને હોલબોર્ન વિસ્તારમાં આ વર્ષના માર્ચની 19મીએ ઝડપી લેવામાં આવ્યો હતો.

પંજાબ નેશનલ બેંકનો આરોપ એવો છે કે નીરવ અને એના મામા મેહુલ ચોક્સીએ બેંકના કેટલાક કર્મચારીઓ સાથે મળીને બેંકને 13,500 કરોડનો ચૂનો ચોપડ્યો હતો. ત્યારબાદ એ દેશ છોડીને નાસી ગયો હતો. બંને મામા ભાણેજના વ્યવહારોની તપાસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સીબીઆઇ કરી રહી છે.

નીરવ તો ચલતો પૂર્જો વેપારી હોય એવું લાગે છે. એણે અસલી હીરાજડિત કહીને દોઢ કરોડમાં વેચેલી વીંટી બનાવટી નીકળતાં એ ખરીદનારનાર યુવકનું સગપણ તૂટી ગયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here