સાબરકાંઠાના હિંમતનગરમાં આજે આગામી સમયમાં એઆઈ સહિત ડિજિટલ યુગ તરફ શિક્ષણ આગળ વધી રહ્યું છે ત્યારે સાબરકાંઠા જિલ્લાની પાયારૂપ ગણાતા હિંમત હાઇસ્કુલને અતિ આધુનિક બનવા જઈ રહી છે. આજે દીવ દમણ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સહિત સાબરકાંઠા જિલ્લા સાંસદ તેમજ ધારાસભ્ય અને અગ્રણીઓની હાજરીમાં સ્કૂલનું ભૂમિ પૂજન કરી 2047ના વિકસિત ભારતની વિકસિત સ્કૂલ નો ભૂમિ પૂજન કરાયું છે.
સાબરકાંઠાના હિંમતનગરમાં અંગ્રેજોના સમયથી અભ્યાસ ક્ષેત્રે વ્યાપક નામના ધરાવતી હિંમત હાઇસ્કુલ હવે નવા રૂપ રંગ સહિત અતિ આધુનિક બનવા જઈ રહી છે હિંમત હાઈસ્કૂલ ના સંચાલક મંડળ દ્વારા સાબરકાંઠા જિલ્લા કક્ષાએ ડિજિટલ યુગને અનુરૂપ તમામ ક્લાસરૂમ માં એઆઈ વર્ગ સહિત તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે તેઓ પ્રયાસ હાથ ધરાનાર છે જેમાં બાળકો માટે વિશેષ સુવિધા આપવાની સાથોસાથ વૈશ્વિક ડિજિટલ ને પણ સમાવેશ કરવામાં આવશે સાથોસાથ એક સાથે 2500 થી 3000 વિદ્યાર્થીઓ માટે અતિ આધુનિક સ્કૂલ નું ભૂમિ પૂજન કરાતા હિંમત હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સહિત સંચાલક મંડળમાં પણ ખુશી વ્યાપી છે.
સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લા સાંસદ શોભનાબેન બારૈયા જે સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો તે સ્કૂલ હવે 21મી સદીના ભારતની પ્રતિ કૃતિ બનવા જઈ રહી છે. ત્યારે આજે દીવ દમણ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સહિત સાબરકાંઠા અરવલ્લી જિલ્લા સાંસદ શોભનાબેન બારૈયા પણ વિશેષ હાજર રહ્યા હતા આ તબક્કે તેમને જણાવ્યું હતું કે હું જે સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો તે સ્કૂલ હવે સંપૂર્ણપણે ડિજિટલ બનવા જઈ રહી છે જેનો આજે ભૂમિ પૂજન કરાય એના પગલે સૌ કોઈને અભિનંદન છે.
સાથોસાથ આગામી સમયમાં કેટલાય વિદ્યાર્થીઓ માટે હિંમત હાઇસ્કુલ ફરી એકવાર શૈક્ષણિક દ્રષ્ટિએ જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ હિંમત લાયક બની રહેશે તે નક્કી છે. જોકે એક તરફ શિક્ષણ સંસ્થાનો દિન પ્રતિદિન મોટા થઈ રહ્યા છે તો બીજી તરફ ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓના વર્તનમાં પણ ડિજિટલ યુગ પ્રવેશી રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓના માનસિક વિકાસ માટે પણ વાયા રૂપ પ્રયાસો થશે તો ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓ વધુ સફળ થશે તે નક્કી છે.