Saturday, September 18, 2021
Homeબ્રિટીશ મિલિટરી : મહિલાઓની પજવણી થતી હોવાનો સંસદીય રિપોર્ટમાં ઘટસ્ફોટ
Array

બ્રિટીશ મિલિટરી : મહિલાઓની પજવણી થતી હોવાનો સંસદીય રિપોર્ટમાં ઘટસ્ફોટ

યુનાઇટેડિ કિંગ્ડમના સંરક્ષણ દળોમાં ફરજ બજાવી ચૂકેલી 64 મહિલા અધિકારીઓ અને હાલ ફરજ બજાવનારી 58 ટકા મહિલાઓએ સ્વીકાર્યુ છે કે મિલિટરીમાં કારકિર્દી દરમિયાન તેમણે પજવણી, સતામણી અને ભેદભાવનો સામનો કર્યો છે.

યુ.કે.ની સંસદ દ્વારા રજૂ કરવામાં આવેલા નવાં સંસદીય રિપોર્ટમાં મુદ્દે ખુલાસો કરવામાં આવ્યો છે. હાઉસ ઓફ કોમન્સ દ્વારા મિલિટરી સર્વિસમાં ફરજ બજાવતી મહિલાઓની કુશળતાનો ઉપયોગ કરવા અને તેમના દ્વારા ઝીલવામાં આવતા પડકારો અને મુશ્કેલીઓનો તાગ મેળવવા એક સબ-કમિટી બનાવાવમાં આવી છે. જેના રિપોર્ટમાં આ વિગતો બહાર આવી છે.

આ સર્વે માટે સંપર્ક કરવામાં આવેલી 90 ટકા મહિલાઓ અધિકારીઓએ સર્વેના જવાબ આપ્યા હતા. આશરે  3000 પૂર્વ અધિકારીઓ અને વર્તમાન અધિકારીઓને વિવિશ પ્રશ્નો પૂછી અને અભિપ્રાય લઇ સંસદીય સમિતી દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. 3000માંથી 84 ટકા મહિલાઓનું કહેવું છે કે નોકરી દરમિયાન તેનીસાથેના પુરૂષ અધિકારીઓ કરતા તેમણે વધુ મુશ્કેલીઓનો સામનો કર્યો છે.

બીજી તરફર પૂર્વ અધિકારીઓએ તેમની વ્યથા ઠાલવતા કહ્યું છે કે એક સમયે યુ.કે.ની મિલિટરીમાં મહિલાઓ માટે અતિ વિકટ પરિસ્થિતિ હતી. જેમાં ધાક-ધમકી, રૂક્ષ વ્યવહાર અને પજવણી થતી હતી.

કેટલાંક કિસ્સાઓમાં ગંભીર જાતીય સતામણી અને બળાત્કાર થયા હોવાના બનાવો પણ બન્યા છે. સંસદીય સમિતિએ રિપોર્ટમાં સંરક્ષણ મંત્રાલયને ભલામણી કરી છે કે મહિલા અધિકારીઓની ફરિયાદો સાંભળવા માટેના વિભાગને વધુ સજ્જ બનાવવામાં આવે અને તેમાં અપીલના નિકાલનો સમયગાલો છ મહિનામાંથી ઘટાડી બે મહિનાનો કરવામાં આવે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments