બ્રિટિશ વિજ્ઞાનીઓએ કોરોનાની રસીનું ઉંદરો પર પરીક્ષણ કર્યું : ઈલાજની ઉજળી આશા

0
15

તા. 12 ફેબ્રૂઆરી, 2020,

બ્રિટિશ વિજ્ઞાાનિકોએ કોરોના વાયરસની દવાનું ઉંદરો ઉપર પરીક્ષણ કર્યું હતું. કોરોનાની રસીનું પ્રાણીઓ ઉપર પરીક્ષણ કરનારી આ પહેલી ટીમ છે.

ઈમ્પિરિયલ કોલેજ લંડનના વિજ્ઞાાનિકોએ આશા વ્યક્ત કરી હતી કે તેમને ખૂબ ઝડપથી ખતરનાક કોરોના સામે લડવામાં સફળતા મળી જશે. લંડનની ઈમ્પિરિયલ કોલેજના વિજ્ઞાાનિકોએ કોરોના વાયરસ સામે રક્ષણ આપતી દવાનું ઉંદરો ઉપર પરીક્ષણ કર્યું હતું.

કોરોનાની દવાનું પ્રાણીઓ ઉપર પરીક્ષણ કરનારી આ વિશ્વની પ્રથમ ટીમ છે. આ પરીક્ષણ પછી કોરોનાનો ઈલાજ મળી જશે એવી આશા ઉજળી બની છે. વિજ્ઞાાનિકોએ એક નિવેદનમાં કહ્યું હતું કે એક સપ્તાહમાં ઉંદરો ઉપર આ દવાની શું અસર થાય તે જાણી શકાશે.
જોકે, વિજ્ઞાાનિકોએ કહ્યું હતું કે પ્રાણીઓ ઉપર પરીક્ષણ થશે તેના મહિનાઓ પછી જ તેનું માણસ ઉપર પરીક્ષણ થઈ શકશે. પરંતુ થોડાંક મહિનાઓમાં તેમની પાસે કોરોનાનો સચોટ ઈલાજ હશે એવું તેમણે કહ્યું હતું.

બીજી તરફ કોરોના વાયરસને હવે સત્તાવાર રીતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોવિડ-19 નામ આપી દીધું છે. વાયરસનું નામ કામચલાઉ રીતે કોરોના રખાયું હતું. યુએન સંલગ્ન હેલ્થ સંસ્થાએ ડબલ્યુએચઓની એક ચોક્કસ પ્રોસેસના આધારે વાયરસનું નામકરણ થાય છે. એ પ્રક્રિયા પછી હવે કોરોનાને કોવિડ-19 નામ અપાયું છે.

આ નામ આપવાની જાહેરાત કરતા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખે કહ્યું હતું કે કોરોનામાંથી કો લેવામાં આવ્યો છે. વાયરસમાંથી વી અને ડિસીસનો ડી લઈને કોવિડ નામ થયું હતું. 31મી ડિસેમ્બર-2019માં પ્રથમ કેસ ચીનમાં નોંધાયો હતો એટલે 2019ના વર્ષમાંથી 19 લેવાયું હતું. એ રીતે કોવિડ-19 નામકરણ થયું છે.

ચીનમાં કોરોના વાયરસનો ખતરો સતત વધી રહ્યો છે. મૃત્યુઆંક 1017 થઈ ચૂક્યો હોવાની જાહેરાત ચીને કરી હતી. ચીનમાં કોરોના વાયરસના કુલ 42,708 કેસ નોંધાઈ ચૂક્યા છે. દુનિયાના 20 દેશોના 390 નાગરિકો આ વાયરસની પકડમાં આવી ચૂક્યા હોવાનું ચીને કહ્યું હતું.

કોરોના વિશ્વમાં આતંક મચાવશે : ડબલ્યુએચઓ

જીનીવા, તા. 11

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ચેતવણી આપતા કહ્યું હતું કે કોરોના એટલે કે કોવિડ-19 વાયરસ વૈશ્વિક મહામારી બનવા તરફ આગળ વધી રહ્યો છે. જો આમને આમ દર્દીઓની સંખ્યામાં વધારો થતો રહેશે અને વિશ્વના વધુ દેશોમાં કેસ નોંધાશે તો એ 2020ની મહામારી સાબિત થઈ શકે છે. 400 વિજ્ઞાાનિકોની હાજરીમાં વાયરસની રસી શોધવા માટે જીનીવામાં બેઠક મળી હતી. બે દિવસ કોરોના વાયરસના લક્ષણો અને તેની દવા અંગે આ બેઠકમાં ચર્ચા થશે. એ સંદર્ભમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ ટેડ્રોસ એધેનોમે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 99 ટકા કેસો એકલા ચીનમાં જ નોંધાયા છે, પરંતુ જે ઝડપે 20 જેટલાં દેશોના નાગરિકો કોરોની ચુંગાલામાં ફસાઈ ચૂક્યા છે, તે જોતા આગામી દિવસોમાં તે વધારે ખતરનાક સાબિત થઈ શકે છે. જે દેશોમાં કોરોનાના કેસ નોંધાયા છે એ દેશોને વિનંતી કરતા ડબલ્યુએચઓએ કહ્યું હતું કે તેમની પાસે જે પ્રકારના લક્ષણો નોંધાયા હોય, જે ડેટા હોય એ નિષ્ણાતોને જણાવે. એનાથી રસી શોધવામાં મદદ મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here