Friday, May 23, 2025
HomeરાજકોટRAJKOT : ખેત જણસ આપવા જતા બાઇક સવાર સાળા -બનેવીના ટ્રકની ટક્કરે...

RAJKOT : ખેત જણસ આપવા જતા બાઇક સવાર સાળા -બનેવીના ટ્રકની ટક્કરે મોત

- Advertisement -

ખંભાળિયા નજીકના ભાણવડ માર્ગ પર આજરોજ વહેલી સવારે પુરપાટ વેગે જઈ રહેલા એક ટ્રકના ચાલકે સામેથી આવી રહેલા ડબલ સવારી મોટરસાયકલ સાથે અકસ્માત સર્જતા બાઈક સવાર સાળા-બનેવીના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા.

આ કરૂણ બનાવની વિગતે એવી છે કે ખંભાળિયા તાલુકાના આંબરડી ગામે રહેતા સોમાતભાઈ ભીખાભાઈ ડોડીયા નામના 42 વર્ષના યુવાન તાલુકાના નવા તથિયા ગામે રહેતા તેમના બનેવી જીવાભાઈ સવાભાઈ કરમુર (ઉ.વ. ૪૦) ને બાઇક પર સાથે લઈને ખંભાળિયામાં આવેલી સૂકી ખેતી ખાતે તેમની જણસ નાખવા માટે નીકળ્યા હતા. આજરોજ સવારે આશરે 6.30 વાગ્યાના સમયે તેઓ ખંભાળિયાથી આશરે ત્રણ કિલોમીટર દૂર ભાણવડ રોડ પર ગંગા જમના હોટલ પાસે પહોંચ્યા, ત્યારે આ માર્ગ પર પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલા ટ્રકના ચાલકે સોમાતભાઈના મોટરસાયકલને સામેથી ટક્કર મારી હતી. આ જીવલેણ ટક્કરમાં સોમાતભાઈ તથા તેમના બનેવી જીવાભાઈ સવાભાઈ કરમુરને ગંભીર ઇજાઓ થતા તેમના મોત નીપજ્યા હતા. આ બનાવ અંગે મૃતક સોમાતભાઈના મોટાભાઈ રામદેભાઈ ભીખાભાઈ ડોડીયા (ઉ.વ. 40, રહે. આંબરડી) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસ ટ્રકના ચાલક સામે ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular