દિવાળી 2019 : ભાઈ-બહેનના પ્રેમનો અનેરો પર્વ એટલે ભાઈબીજ, જાણો શુભ મુહુર્ત

0
61

કાર્તિક શુકલ બીજ, અથવા ભાઈ બીજ, જેને યમ દ્વિતીય તરીકે પણ ઓળખવામાં આવે છે. એ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ચંદ્રમાના દર્શન કરવા શુભ રહે છે. અને પુરાણો અનુસાર ભાઇબીજના દિવસે યમુનાએ યમરાજ એટ્લે તેના ભાઈને ઘરે ભોજન કરવાનું આમંત્રણ આપ્યું હતું. અને તેથી જ તે દિવસથી આ દિવસને યમદ્વિતીયા તરીકે ઓળખવામાં આવે છે. જેથી યમુના નદીના કિનારે રહેતા લોકોએ ભાઇબીજના દિવસે યમુના નદીના કિનારે સ્નાન કરવું જોઈએ. અને એટલું જ નહીં દૂર દૂરથી લોકો ભાઇબીજના દિવસે યમુના નદીમાં સ્નાન કરવા આવે છે. ભાઇબીજના દિવસે ભાઈએ પોતાના ઘરે ભોજન ન લેતા બહેનાં આમંત્રણને મન આપી બહેનના ઘરે ભોજન લેવા જાય છે. જેનાથી કલ્યાણ થાય છે તેમજ ભાઈએ બહેનને વસ્ત્ર વગેરે આપે છે અને બહેન ભાઇનો આભાર મને છે.

ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતીક એટલે ભાઈ બીજનું પવિત્ર પર્વ.આ દિવસે બહેનો તેમના ભાઈની સુખની મનોકામના કરી દીર્ઘાયુ માટે પ્રાર્થના કરે છે.ભાઈબીજનો પર્વ કાર્તિક માસ શુક્લ પક્ષની દ્વિતીયા તિથિને ઉજવાય છે. આ દિવસે બેન રોલી અને અક્ષતથી તેમના ભાઈને ચાંદલો કરી તેમના ઉજ્જવલ ભવિષ્યની કામના કરે છે.

ભાઈ પણ તેમની બહેનના સુખમય જીવનની શુભેચ્છાઓ સાથે યથાશક્તિ ભેટ આપે છે.આ વર્ષે ભાઈ બીજનું ચાંલ્લો કરવાનું શુભ મહુર્ત 13 વાગીને 9 મિનિટ થી લઈને 15 વાગીને 17 મિનિટ સુધી છે. આ બે કલાક અને 8 મિનિટનો સમયમાં ભાઈને ચાંદલા કરવું ખૂબ લાભકારી થશે.

ભાઈબીજના દિવસે સૌથી પહેલા બ્રહ્મ મુહુર્તમાં ઉઠીને ઘરના કામકાજ પરવારી  સ્નાન કરો. શુભ મૂહૂર્ત આવતા પર ભાઈને પાટલા પર બેસાડી અને તેમના હાથની પૂજા કરવી.

બહેન ભાઈને ભોજન કરાવીને તિલક લગાવો.

આ દિવસે બહેન ભાઈને ભોજનમાં ભાત ખવડાવે.

ભાઈ ભોજન બાદ બહેનના ચરણ સ્પર્શ કરીને તેને વસ્ત્ર અને બીજી ચીજો ભેટ તરીકે આપે.

આ દિવસે ભાઈએ પોતાની બહેનના ઘરે જઈને ભોજન કરવું જોઈએ.

ભાઈ પણ પોતાની બહેનને યથશક્તિ પ્રમાણે સૌભાગ્ય વસ્તુઓ તેમજ અન્ય દ્વવ આપીને સૌભાગ્ય માટેની પ્રાર્થના કરે.

આ દિવસે યમરાજ અને યમુનાજીની પુજાનું પણ મહ્ત્વ છે. ભાઈ-બહેન યમુના અને અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરીને આયુષ્ય તેમજ સૌભાગ્ય માટેની પ્રાર્થના કરે.

કારતક સુદ બીજના દિવસે ચિત્રગુપ્તનું પુજન કલમના રૂપમાં કરવામાં આવે છે. જો બહેન આ દિવસે પોતાના હાથેથી ભાઈને ભોજન કરાવે તો તેની ઉંમર વધી જાય છે અને જીવનના કષ્ટ દુર થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here