હળવદ : ભાભી માટે ભાઈની હત્યા, દિયર હતો ભાભીના ગળાડૂબ પ્રેમમાં, પત્નીએ પતિની હત્યા કર્યાનો ઘટસ્ફોટ

0
136
હળવદ : હળવદના માથક ગામે વાડીમાં વાવેલા એરંડા વચ્ચે જમીનમાં દાટી દીધેલી હાલતમાં ખેતમજૂર યુવાનની લાશ મળી આવી હતી.આ બનાવની હળવદ પોલીસની સઘન તપાસમાં ખેતમજૂર યુવાનની હત્યા કરીને જમીનમાં લાશ દાટી દીધી હોવાનું ખુલ્યા બાદ વાડી માલિકની ફરિયાદના આધારે હત્યારાના સગડ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી હતી.દરમિયાન પોલીસે આ બનાવમાં પ્રથમ દ્રષ્ટિએ શંકાના પરિધમાં રહેલા મૃતકની પત્ની અને તેના નાના ભાઈને આજે હીરાસતમાં લઈને આગવી ઢબે પૂછપરછ કરતા બન્નેએ હત્યા કર્યાની કબૂલાત આપી હતી.આ બનાવમાં મૃતકની પત્ની અને તેના નાનાભાઈએ દિયર-ભાભીના પવિત્ર સંબંધોને કંલકિત કરીને આંડાસંબંધમાં અંધ બનીને આ હીંચકારા બનાવને અંજામ આપી પોતાનું પાપ છુપાવવા લાશને જમીનમાં દાટી દીધી હતી.પણ શ્વાને આ દાટેલી લાશનું કપડું બહાર કાઢતા આખરે દિયર-ભાભીનું પાપ છાપરે ચઢીને પોકાર્યું હતું.
માથક ગામે ખેતમજૂર યુવાનની હત્યા કરીને જમીનમાં લાશ દાટી દીધાના બનાવનો ભેદ ખુલ્યો 
હળવદ પોલીસે અગાઉથી શંકાના દાયરામાં રહેલા દિયર-ભાભીની અટકાયત કરી,
વિશેષ ઢબે પૂછપરછ કરતા બન્નેએ હત્યા કર્યાની કબૂલાત આપી
હળવદ તાલુકાના માથક ગામે રહેતા ભરતભાઈ મકવાણાની સુંદરી ભવાની રોડ પર આવેલ વાડીએથી ગઈકાલે એરંડા વચ્ચે કોઈ યુવાનની દાટી દીધેલી લાશ મળી આવી હતી.જેથી બનાવને પગલે પોલીસ અને મામલતદાર ઘટનાસ્થળે દોડી ગયા હતા.પોલીસ દ્વારા તપાસ કરાતા છેલ્લા પાંચ મહિનાથી ભરતભાઈ મકવાણાની વાડીએ કામ કરતા ભુરાભાઈ ઉર્ફે ગુજારીયા ભાઈ હુનિયા ભાઈ આદિવાસી ઉંમર વર્ષ ૪૦ ની હોવાનું તપાસમાં ખુલ્યું હતું. જોકે પોલીસની પ્રાથમિક તપાસમાં આ ખેતમજૂર યુવાનની કોઈ હત્યા કરીને લાશ અહીં દાટી દીધી હોવાનું સામે આવ્યું હતું જેથી વાડી માલિક ભરતભાઈ મકવાણાએ આ બનાવ અંગે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, મૂળ વડોદરા બાજુના વતની મૃતક ભુદરભાઈ અને તેની પત્ની તથા તેનો ભાઈ રોહન તેમની વાડીએ છેલ્લા પાંચ મહિનાથી ખેતમજૂરી કરે છે.દરમિયાન મૃતક ભુદરભાઈ લાપતા બની ગયા બાદ તેમની ભાળ મળી ન હતી.દરમિયાન વાડી મલિક  અને તેમના  પત્ની લીલાબેન વાડીએ ગયા હતા ત્યારે મારા પત્ની ખેતરમાં આટો મારવા ગયા હતાં ત્યારે વાડીમાં આવેલ એરંડા વચ્ચે કુતરાઓ કંઈ ખોદી રહ્યા હોવાનું જણાતા તેઓએ મને કહેલ અને ત્યાં જોતા કોઈ માનવ જાતની  લાશ હોવાનું જણાતા અમોએ  તાત્કાલિક સરપંચ અને પોલીસનો સંપર્ક કર્યો હતો જેથી પોલીસ ઘટના સ્થળે દોડી આવી લાશને બહાર કાઢી ફોરેન્સિક લેબ માટે રાજકોટ મોકલી આપવાની હતી ભરતભાઇ ની ફરીયાદ ને આધારે  પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી
જોકે આ હત્યાના બનાવમાં મૃતકનો નાનોભાઈ અને મૃતકની પત્નીની સંડોવણી હોવાની પોલીસને પ્રથમથી શંકા હતી. આથી પોલીસે મૃતકના નાનાભાઈ રોહન હુનીયાભાઈ આદિવાસી અને મૃતક યુવાનની પત્ની દક્ષાબેનની અટકાયત કરીને ઉડી પૂછપરછ કરતા બન્નેએ હત્યા કર્યાની કબૂલાત આપી હતી.આ બન્ને દિયર-ભાભીએ પવિત્ર સંબંધોને ક્લિકિત કરીને આડોસબંધ બાંધ્યો હતો અને આદસબધમાં એટલી હદે અંધ બની ગયા હતા કે તેમને સારા નરસાનું વિવેકભાન રહ્યું ન હતું અને દિયર-ભાભીએ મળીને અદાસબધમાં આળખીલીરૂપ પતિની હત્યા કરી નાખી હતી અને આ બનાવ બહાર ન આવે તે માટે ખેતીની જમીનમાં લાશને દાટી દીધી હતી.આ હીંચકારા બનાવને અંજામ આપ્યા પછી પણ પોતાને કોઈ રંજ જ ન હોય તેમ બન્ને આરોપીઓ બેશરમ બનીને હરતા ફરતા હતા.જોકે આજે આ બન્ને દિયર-ભાભીના પાપનો ભાંડો શ્વાને ફોડી નાખ્યો હતો.હાલ હળવદ પોલીસના પી.આઈ એસ.જી.ખાંભલા એ બન્ને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here