બ્રાઉન રાઇસથી નહી ઘટે વજન, આ રીતે સફેદ રાઇસ ખાઇને પણ રહો સ્લીમ ટ્રીમ

0
6

મોર્ડન લાઈફસ્ટાઈલ અને અનિયમિત ખાવા-પિવાના કારણે કેટલાંય લોકો સ્થુળતાનો શિકાર બની રહ્યાં છે. સ્થુળતા કેટલાંય રોગોનુ કારણ બને છે. તેના કારણે એકસ્ટ્રા ફેટ ઓછો કરવા માટે લોકો કલાકો સુધી જીમમાં પરસેવો પાડવા જાય છે અને ડાયટ પણ અપનાવે છે. કેટલાંક લોકો ઝડપથી સ્થુળતા ઓછી કરવાના ચક્કરમાં રાઈસ નથી લેતા અથવા બ્રાઉન રાઈસ ખાઈને કામ ચલાવે છે. પરંતુ શું તમને જાણીને ખુબ જ ખુશી થશે કે તમે સફેદ રાઈસ ખાઈને પણ વજન ઓછો કરી શકો છો. રાઈસમાં ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, વિટામિન્સ મોટા પ્રમાણમાં હોવા જરૂરી છે પરંતુ સ્થુળતા ઓછી કરવા માટે તેના સેવન માટેનો સાચી રીત ખબર હોવી જોઈએ તો ચાલો જાણીએ કે શું છે સાચી રીત…

ખાનપાનમાં એવી રીતે શામિલ કરો રાઈસ

રોજની ડાઈટમાં બપોરે અથવા રાત્રે ખાવામાં એક સમયે રાઈસ ખાવા જોઈએ. પોતાની ભુખ પ્રમાણે રાઈસની માત્રા નિર્ધારિત કરો. ત્યાર પછી કાર્બ્સ ઘટાડવાનો પ્રયાસ કરો

ક્યારેક રાઈસ ખાધા પછી ખુબ જ વધુ ભુખ લાગે છે. જો તમારી સાથે પણ એવુ થાય છે તો તમે શાક સાથે પણ રાઈસ ખાઈ શકો છો. એ વાતનુ ખાસ ધ્યાન રાખવુ જરૂરી છે કે રાઈસ ખુબ જ સારી રીતે રાંધેલા હોવા જોઈએ અને તેમાં ફાઈબર અને પ્રોટીન પણ વધુ હોવુ જોઈએ જેથી શરીરને પોષણ મળતુ રહે.

સ્થુળતા ઘટાડવા માટે રાઈસને બાફીને અથવા શેકીને ખાવા જોઈએ. તેને તેલમાં ફ્રાય ન કરવા જોઈએ. બાફેલા ભાતથી બોડીમાં ફેટ એકઠો થતો નથી અને કેલેરી કાઉંટ પણ ઓછો રહે છે.