Sunday, October 24, 2021
HomeBRTS ફરી બેકાબૂ:અમદાવાદમાં વધુ એક બસ અકસ્માતઃ ધરણીધર દેરાસર નજીક ટેમ્પો સાથે...
Array

BRTS ફરી બેકાબૂ:અમદાવાદમાં વધુ એક બસ અકસ્માતઃ ધરણીધર દેરાસર નજીક ટેમ્પો સાથે અથડાયા બાદ બસ રેલિંગમાં ઘૂસી

  • આ અકસ્માતમાં કોઈને ઇજા થઈ ન હતી, ટ્રાફિક-પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી

શહેરના આંબેડકરબ્રિજ નજીક આજે વહેલી સવારે BRTS બસ અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આંબેડકરબ્રિજ ઊતરી ચંદ્રનગર તરફ જતાં BRTS બસ કોરિડોરમાં દાખલ થતી હતી. ત્યારે પાછળથી આવતા ટેમ્પો સાથે બસ અથડાઇ હતી. આ અકસ્માતમાં કોઈને ઇજા થઇ ન હતી. લોકેશન પાસે 2 રેલિંગ તૂટી ગઈ હતી. ટ્રાફિક-પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

ડ્રાઈવરે જોયા વગર ઓવરટેક કરી અકસ્માત સર્જ્યો
મળતી માહિતી મુજબ, આજે સવારે BRTS બસ આંબેડકરબ્રિજથી ઊતરી ચંદ્રનગર તરફ BRTS કોરિડોરમાં જતી હતી, ત્યારે બસચાલકે પાછળ જોયા વગર જ કોરિડોરમાં જવા દેતાં પાછળથી ઓવરટેક કરવા જતાં ટેમ્પો સાથે બસ અથડાઇ ગઈ હતી. બસચાલકે બસ એવી રીતે ચલાવી હતી કે BRTS કોરિડોરની રેલિંગ પણ તૂટી ગઈ હતી. BRTS બસના અકસ્માતની ઘટનાઓ ફરી એકવાર વધી રહી છે. એક વર્ષ પહેલાં પાંજરાપોળ પાસે BRTS બસ અકસ્માતમાં બે યુવકનાં મોતની ઘટના બાદ બસચાલકોને નિયંત્રિત સ્પીડ અને ટ્રેનિંગ સાથે બસ ચલાવવા કહ્યું હતું, પરંતુ ફરી એકવાર હવે ડ્રાઈવરો બેફામ બસો દોડાવતા થઈ ગયા છે.

અકસ્માત બાદ લોકેશન પાસે 2 રેલિંગ તૂટી ગઈ હતી.
અકસ્માત બાદ લોકેશન પાસે 2 રેલિંગ તૂટી ગઈ હતી.

બે દિવસ પહેલાં BRTS અન્ડરબ્રિજમાં બસ ઘૂસી ગઈ હતી
બે દિવસ પહેલાં શહેરના અખબારનગર અન્ડરબ્રિજમાં આખી બસ જ ઘૂસી જતાં બસનાં બે ફાડિયાં થઈ ગયાં હતાં, જેને પગલે બે લોકોને ઈજા પહોંચી હતી. આ બે ઈજાગ્રસ્તમાંથી ડ્રાઈવરને ગંભીર ઈજા પહોંચી હતી. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, બપોરના સમયે BRTS બસ શહેરના અખબારનગર અન્ડરબ્રિજ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે એક ટૂ-વ્હીલરચાલક આડે આવ્યો હતો, જેને પગલે તેને બચાવવા જતાં આ અકસ્માત થયો હોવાની પ્રાથમિક માહિતી મળી હતી.

ચંદ્રનગર તરફ જતા BRTS બસ કોરિડોરમાં દાખલ થતી હતી.
ચંદ્રનગર તરફ જતા BRTS બસ કોરિડોરમાં દાખલ થતી હતી.

સ્ટીયરિંગ લોક થવાથી બસ અન્ડરબ્રિજમાં અથડાઈ, પેસેન્જર્સને છેલ્લા સ્ટેશને ઉતારતાં મોટી દુર્ઘટના ટળી
BRTS બસ ઓવર સ્પીડ અને સ્ટીયરિંગ લોક થવાને કારણે ડિવાઈડર પર ચઢી અન્ડરપાસના પિલર સાથે અથડાઈ હતી, જેને પગલે બસના વચ્ચેથી અડધે સુધી ફાડિયાં થઈ ગયાં હતાં. આ અકસ્માતની થોડી ક્ષણો પહેલાં જ તમામ પેસેન્જર પ્રગતિનગર પાસે ઊતરી જતાં અકસ્માતમાં મોટી ખુવારી થતાં સહેજમાં બચી ગઈ હતી. આ બનાવ એટલો તો ગંભીર હતો કે બસ ડ્રાઈવર સાઈડથી 9 ફૂટ સુધી ચિરાઈ ગઈ હતી, જેને કારણે માત્ર બસની અંદરનો ભાગ કાટમાળ બની ગયો છે. ઈજાગ્રસ્ત બનેલા ડ્રાઈવર રમેશ મકવાણા પ્રગતિનગર પાસે પેસેન્જરને ઉતારીને બસને RTO ડેપો પાસે લઇ જતા હતા, એ સમયે અન્ડરપાસમાં બસ ઉતારતાંની સાથે જ બસનું સ્ટીયરિંગ લોક થવાને કારણે બસ ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈ અને અકસ્માત થયો.

આ અકસ્માતમાં કોઈને ઇજા થઈ ન હતી.
આ અકસ્માતમાં કોઈને ઇજા થઈ ન હતી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments