અપડેટ : BS6 હ્યુન્ડાઇ સેન્ટ્રોની એવરેજનો ખુલાસો થયો, 1 લીટર પેટ્રોલમાં 20 કિમીની એવરેજ આપશે

0
15

દિલ્હી. તાજેતરમાં જ લોકડાઉન પિરિઅડ દરમિયાન સાઉથ કોરિયન કંપની હ્યુન્ડાઇએ ઇન્ડિયન માર્કેટમાં તેની પોપ્યુલર હેચબેક કાર હ્યુન્ડાઇ સેન્ટ્રોને BS6 એન્જિનમાં અપડેટ કરીને લોન્ચ કરી છે. આ કારની પ્રારંભિક કિંમત 4,57,490 રૂપિયા રાખવામાં આવી છે. તો હવે આ કારની એવરેજને લઇને ખુલાસો થયો છે.

એક રિપોર્ટ અનુસાર, નવી BS6 હ્યુન્ડાઇ સેન્ટ્રોની એવરેજ તેનાં જૂનાં મોડેલ BS4 કરતાં થોડી ઓછી છે. આ કાર 1 લિટર પેટ્રોલમાં 20 કિમી સુધીની એવરેજ આપશે, જે ઓટોમોટિવ રિસર્ચ અસોસિએશન ઓફ ઇન્ડિયા (ARAI) દ્વારા પ્રમાણિત છે. આ કારનું જૂનું મોડેસ 20.3 કિમીની એવરેજ આપતું હતું. જો કે, આ તફાવતો બહુ ઓછો છે કે સામાન્ય રીતે ડ્રાઇવિંગ દરમિયાન તેનો અનુભવ પણ નહીં થાય.

કંપનીએ આ કારમાં એન્જિન અપડેટ કર્યા સિવાય અન્ય કોઈ મોટો ફેરફાર નથી કર્યો. આ કારમાં નવા BS6 એમિશન નોર્મ્સ અનુસાર 4 સિલિન્ડરયુક્ત એન્જિનનો પ્રયોગ કર્યો છે, જે 68bhp અને 99Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં 5 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સ આપવામાં આવ્યું છે.

નવી BS6 હ્યુન્ડાઇ સેન્ટ્રો ફેક્ટ્રી ફિટેડ CNG કિટ સાથે પણ માર્કેટમાં વેચાણ માટે અવેલેબલ છે. તેનું CNG મોડેલનું એન્જિન 58bhp પાવર અને 84Nm ટોર્ક જનરેટ કરે છે. જો કે, આ મોડેલ ફક્ત 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે જ અવેલેબલ છે. CNG મોડેલ માત્ર બે વેરિઅન્ટ મેગ્ના અને સ્પોર્ટમાં જ આવે છે. તેના મેગ્ના CNG વેરિઅન્ટની કિંમત 5,84,790 રૂપિયા અને સ્પોર્ટ CNG વેરિઅન્ટની કિંમત 6,20,290 રૂપિયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here