લોન્ચિંગ : બે વેરિઅન્ટમાં BS6 હ્યુન્ડાઈ એલેન્ટ્રા ડીઝલ લોન્ચ થઈ, પ્રારંભિક એક્સ શોરૂમ કિંમત રૂ.18.70 લાખ

0
2

હ્યુન્ડાઈએ BS6 એલેન્ટ્રા ડીઝલ લોન્ચ કરી દીધી. તેના બે વેરિઅન્ટ માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યા છે. તેના SX MT વેરિઅન્ટની દિલ્હી એક્સ શોરૂમ કિંમત 18.70 લાખ રૂપિયા અને SX(O)AT વેરિઅન્ટની કિંમત 20.65 લાખ રૂપિયા છે. ઓક્ટોબર 2019માં સેડાન અપડેટ થયા પછી BS6 પેટ્રોલનું વેચાણ ચાલુ છે. ઓક્ટોબર 2019માં સેડાનને અપડેટ કરવામાં આવ્યા પછી માત્ર પેટ્રોલ એલેન્ટ્રાનું વેચાણ કરવામાં આવતું હતું.

BS6 એલેન્ટ્રા ડીઝલમાં શું નવું?

  • પ્રી-ફેસલિફ્ટ BS4 એલેન્ટ્રા ડીઝલ 1.6 લીટર એન્જિન હતુ જે  128hp અને 260Nm ટોર્ક જનરેટ કરતું હતું. જો કે, BS6 એલેન્ટ્રા ડીઝલને કંપનીએ નવા 1.5 લીટર, ચાર સિલિન્ડર ડીઝલ એન્જિનની સાથે લોન્ચ કરી છે જે કિઆ સેલ્ટોસ અને નવી હ્યુન્ડાઈ ક્રેટામાં પણ છે. આ એન્જિન 115hp અને 250Nm ટોર્ક જનરેટ કરે છે. તે 6 સ્પીડ મેન્યુઅલ અને 6 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ ઓપ્શનની સાથે આવે છે. પાવર અને ટોર્ક જૂનાં 1.6-લિટર એન્જિન કરતા વધારે હોઈ શકે છે, પરંતુ નવા 1.5 માટે વધારે ફ્યુઅલ એફિશિયન્ટ હોઈ શકે છે.

BS6 એલેન્ટ્રા ડીઝલમાં કયા ફીચર્સ છે?

  • એલેન્ટ્રા SX વેરિઅન્ટ ઘણા એડવાન્સ ફીચર્સથી સજ્જ છે. તેમાં ઓટોમેટિક હેડલેમ્પ, ઈલેક્ટ્રિક સનરૂફ, ડ્યુઅલ ટોન ક્લાઈમેન્ટ કંટ્રોલ, એન્ડ્રોઈડ ઓટો અને એપલ કારપ્લેની સાથે 8.0 ઈંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, બ્લૂ લિંક કનેક્ટેડ કાર ટેક્નોલોજી, ક્રૂઝ કંટ્રોલ અને પુશ બટન સ્ટાર્ટ/સ્ટોપ વિથ કીલેસ એન્ટ્રી જેવા ફીચર્સ છે.
  • ટોપ સ્પેક એલેન્ટ્રા SX (O)માં 10-વે પાવર્ડ ડ્રાઈવર સીટ, વેટિલેટેડ ફ્રન્ટ સીટ, LED હેડલેમ્પ, વાયરલેસ ફોન ચાર્જર, લેધક અપહોલ્સ્ટ્રી અને ફ્રન્ટ પાર્કિંગ સેન્સર સામેલ છે. બંને વેરિઅન્ટમાં સેફ્ટી ફીચર્સ તરીકે 6 એરબેગ, EBDની સાથે ABS, ESC, ISOFIX ચાઈલ્ડ સીટ માઉન્ટ, રિઅર પાર્કિંગ કેમેરા અને રિઅર પાર્કિંગ સેન્સર સામેલ છે.

BS6 એલેન્ટ્રા પેટ્રોલમાં શું નવું?

  • BS6 ડીઝલ એલેન્ટ્રાને લોન્ચ કર્યા ઉપરાંત હ્યુન્ડાઈ એલેન્ટ્રાએ પેટ્રોલ વેરિઅન્ટમાં પણ ઘણા ફેરફાર કર્યા છે. કંપનીના બેઝ S વેરિએન્ટને બંધ કરીને બાકીના SX MT, SX AT અને SX(O) AT એલેન્ટ્રા પેટ્રોલ વેરિઅન્ટની કિંમતો ઘટાડવાનો નિર્ણય કર્યો છે.
  • S ટ્રિમ બંધ થતાંની સાથે એલેન્ટ્રા પેટ્રોલ રેન્જ હવે  17.60 લાખ રૂપિયાથી શરૂ થાય છે, જે પહેલાં કરતાં 1.71 લાખ રૂપિયા વધારે છે. જો કે, હવે એન્ટ્રી લેવલ SX ટ્રિમ આઉટગોઈંગ S ટ્રિમ કરતા વધુ સારી છે.
  • એલેન્ટ્રા પેટ્રોલ 152hp/192Nm પાવર 2.0 લીટર, ચાર સિલિન્ડર એન્જિનથી સજ્જ છે, જેમાં 6 સ્પીડ મેન્યુઅલ અથવા 6 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ ઓપ્શન એવેલેબલ છે. નીચે કિંમતના તફાવત સાથે એલેન્ટ્રા પેટ્રોલના નવી અને જૂની કિંમતો આપવામાં આવી છે.

હ્યુન્ડાઈ એલેન્ટ્રા પેટ્રોલની કિંમત (દિલ્હી એક્સ શોરૂમ કિંમત)

વેરિઅન્ટ જૂની કિંમત નવી કિંમત અંતર
S MT 15.89 લાખ રૂ.
SX MT 18.49 લાખ રૂ. 17.60 લાખ રૂ. 89 હજાર રૂ.
SX AT 19.49 લાખ રૂ. 18.70 લાખ રૂ. 79 હજાર રૂ.
SX(O) AT 20.39 લાખ રૂ. 19.55 લાખ રૂ. 84 હજાર રૂ.

 

BS6 એલેન્ટ્રાની ટક્કર કોની સાથે થશે?

સ્કોડા ઓક્ટાવીયા અને ટોયોટા કોરોલા એલ્ટિસના બંધ થયા બાદ હ્યુન્ડાઈ એલેન્ટ્રા ડીઝલ BS6 એરમાં હોન્ડા સિવિક ડીઝલ સાથે સીધી ટક્કર થશે. હોન્ડા સિવિકનું પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે. જો કે તેની કિંમતની જાહેરાત જુલાઈમાં કરવામાં આવશે.