ન્યૂ લોન્ચ : જીપ કંપાસનું BS6 મોડેલ લોન્ચ થયું, પ્રારંભિક કિંમત 16.49 લાખ રૂપિયા

0
11

દિલ્હી. જીપ ઇન્ડિયાએ ભારતમાં તેની લોકપ્રિય SUV કંપાસનું BS6 વર્ઝન લોન્ચ કરી દીધું છે. નવી જીપ કંપાસની કિંમત 16.49 લાખ રૂપિયાથી લઇને 24.99 લાખ રૂપિયા વચ્ચે રાખવામાં આવી છે. આ કિંમત જૂનાં મોડેલ કરતાં 89,000 રૂપિયા કરતાં પણ વધારે છે. તેમજ, BS6 કંપાસના ડીઝલ વેરિઅન્ટની કિંમત 17.99 લાખ રૂપિયાથી શરૂ થઆય છે, જે જૂનાં મોડલ કરતાં આશરે 1.38 લાખ રૂપિયા વધારે છે. આટલું જ નહીં, કંપનીએ આ કારના લોન્ચિંગ સાથે કંપાસનું એન્ટ્રી લેવલ સ્પોર્ટ વેરિઅન્ટ પણ બંધ કરી દીધું છે, જેના કારણે કિંમતમાં સારો એવો વધારો જોવા મળ્યો છે.

એન્ટ્રી લેવલ વેરિઅન્ટનાં ફીચર્સ

BS6 જીપ કંપાસની રેન્જમાં હવે એન્ટ્રી લેવલ વેરિઅન્ટ હવે સ્પોર્ટ પલ્સ હશે, જે ફુલ્લી લોડેડ છે. આ વેરિઅન્ટમાં 16 ઇંચના એલો વ્હીલ્સ, પાવર અડજસ્ટેબલ વિંગ મિરર, ડ્યુઅલ ઝોન ક્લાઇમેટ કન્ટ્રોલ જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે. આ ઉપરાંત, એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સાથે 7.0 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, બે એરબેગ્સ, રિઅર ડિસ્ક બ્રેક, ટ્રેક્શન કન્ટ્રોલ અને એક ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક સામેલ છે. જો કે, પહેલાંની જેમ જ સ્પોર્ટ પ્લસમાં 1.4 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન મળે છે, જે 163hp પાવર આપે છે. આ સાથે જ તેમાં 173hp પાવર સાથે 2.0 લિટર ડીઝલ એન્જિન પણ મળે છે. બંને એન્જિન સાથે 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે.

ડીઝલ વેરિઅન્ટમાં ફક્ત કંપાસ લોન્ગિટ્યૂડ વેરિઅન્ટ

સ્પોર્ટ પ્લસના ફીચર્સ સાથે કંપાસ લોન્ગિટ્યૂડમાં 17 ઇંચના એલોય, પાવર ફોલ્ડિંગ વિંગ મિરર, એક પાર્કિંગ કેમેરા, કીલેસ એન્ટ્રી અને ક્ઝિટ, ફ્રંટ રિઅર ફોગ લેમ્પ આપવામાં આવ્યાં છે. આ વેરિઅન્ટ ફક્ત ડીઝલ એન્જિનમાં જ આવે છે. પરંતુ તેને 9 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ ઓપ્શન તરીકે મળે છે. કંપાસ ડીઝલ ઓટોમેટિક્સમાં 4 વ્હીલ ડ્પરાઇવ, ટ્રેક્શન સિસ્ટમ અને ક્રૂઝ કન્ટ્રોલ જેવાં ફીચર્સ પણ આપવામાં આવ્યાં છે. તેમજ, કંપાસ લોન્ગિટ્યૂડ પ્લસ 7 સ્પીડ ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક, ડીઝલ મેન્યુઅલ અને ડીઝલ ઓટોમેટિક સાથે 1.4 લિટર ટર્બો પેટ્રોલમાં પણ અવેલેબલ છે. આ વેરિઅન્ટમાં રૂફ રેલ, HID હેડ લાઇટ્સ, હેડ લાઇટ્સ, LED DRL અને લેધર સીટ્સ જેવી ફેસિલિટી આપવામાં આવી છે.

રેન્જ ટોપિંગ વેરિઅન્ટ લિમિટેડમાં લોન્ગિટ્યૂડ પ્લસ જેવું જ એન્જિન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, 4 એરબેગ્સ. એક પેનોરમિક સનરૂફ, LED ટેલલાઇટ્સ, ડ્યુઅલ ટોન કલર, 18 ઇંચના એલોય વ્હીલ્સ, ઓટમેટિક હેડલાઇટ્સ અને વાઇપર, લેધર અપહોલ્સ્ટ્રી, અર વ્યૂમિરર, 8-વે પાવર અડજસ્ટેબલ ડ્રીઇવર સીટ અને 8.4 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here