Saturday, September 18, 2021
HomeBSF અને CAPF અત્યાર સુધીમાં કરી ચૂક્યા છે 1.35 કરોડ વૃક્ષોનું વાવેતર
Array

BSF અને CAPF અત્યાર સુધીમાં કરી ચૂક્યા છે 1.35 કરોડ વૃક્ષોનું વાવેતર

દેશની બોર્ડરની સુરક્ષા કરનાર બોર્ડર સિકયુરિટી ફોર્સ દ્વારા બોર્ડરની સુરક્ષાની સાથોસાથ પર્યાવરણની સુરક્ષાની જવાબદારી પણ બખૂબી નિભાવવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં BSF- સીએપીએફના જવાનો ધ્વારા 1.35 કરોડ વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન પણ કરવામાં આવી રહ્યું છે. આજે BSF ગાંધીનગર હેડ કવાર્ટર ખાતે BSFના વડા જી એસ મલિક દ્વારા વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત BSFના તમામ મુખ્યાલય તેમજ ચોકીઓ પર સામૂહિક વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.

ગાંધીનગરમાં આવેલા BSFના હેડ કવાર્ટર ખાતે ઈન્સ્પેક્ટર જનરલ જી. એસ. મલેકના હસ્તે સામૂહિક વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં BSF અધિકારી, કર્મચારી તેમજ જવાનોએ મોટી સંખ્યામાં હેડ કવાર્ટર ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

જે અન્વયે BSF હેડ કવાર્ટરમાં સમાવિષ્ટ બોર્ડર સિકયુરિટી ફોર્સની ઓફિસો તેમજ ચોકીઓ પર જવાનો ધ્વારા સામૂહિક વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાત તેમજ બાડમેર બોર્ડર પર વિવિધ પ્રજાતિના કુલ. 54 હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. બોર્ડર સિકયુરિટી ફોર્સ હવે પર્યાવરણના પણ રક્ષકની થીમ પર આજે સામૂહિક વૃક્ષારોપણ અભિયાન છેડવામાં આવ્યું હતું.

કેંદ્રીય ગૃહ મંત્રી ધ્વારા સમગ્ર ભારતમાં પર્યાવરણ જાગૃતિ માટે વૃક્ષારોપણ અભિયાન ઝુંબેશ શરૂ કરાઈ હતી. જેમાં મેઘાલય અને ચેરાપુંજી BSF દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. ઉપરાંત કેન્દ્રીય શસ્ત્ર પોલીસ ફોર્સ (CAPF)નાં રાષ્ટ્ર વ્યાપી વૃક્ષારોપણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અન્વયે BSF અને CAPFનાં જવાનો ધ્વારા અત્યાર સુધીમાં 1.35 કરોડ વૃક્ષોની વાવેતર કરવામાં આવ્યું છે.

દેશની બોર્ડરની સુરક્ષા સાથે હવે બોર્ડર સિકયુરિટી ફોર્સ ધ્વારા પર્યાવરણના જતનની પણ જવાબદારી નિભાવવાનાં ભાગરૂપે બાડમેર તેમજ કચ્છના બંજર જમીનમાં પણ વૃક્ષો જીવંત રહે તે દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવી છે.

તે સિવાય વિશ્વ પર્યાવરણ દિને બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો ધ્વારા 2.15 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આમ BSF ધ્વારા હવે બોર્ડરની સુરક્ષા સાથે પર્યાવરણની સુરક્ષાની જવાબદારી પણ ઉપાડી લઈ તે દિશામાં સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments