‘BSNL’નો નવો ડેટા પ્લાન, 56 રૂપિયામાં 14 દિવસ સુધી પ્રતિ દિવસ 1.5 GB ડેટા મળશે

0
52

ગેજેટ ડેસ્ક: સરકારી ટેલિકોમ કંપની ‘BSNL’ એ માર્કેટમાં એક નવો પ્લાન રજૂ કર્યો છે. આ નવો પ્લાન 56 રૂપિયાનો છે જેમાં પ્રતિ દિવસ 1.5 GB ડેટા ઓફર કરવામાં આવશે. આ પ્લાન 13 મેથી લાગુ કરવામાં આવશે. આ નવા પ્લાનની એન્ટ્રી સાથે કંપની તેનો જૂનો પ્લાન STV46 બંધ કરી દેશે. આ જ કિંમતમાં ‘Reliance Jio’નો 52 રૂપિયાનો પ્લાન માર્કેટમાં છે.

આ પ્લાનની વેલિડિટી 14 દિવસની હશે. આ પ્લાનમાં યુઝરને પ્રતિ દિવસ 1.5 GB ડેટા આપવામાં આવશે. આ પ્લેનમાં બીજી કોઈ ઓફર સામેલ નથી માટે આ પ્લાન ખાસ નેટ ડેટા પેક માટે જ છે. આ પ્લાન સેલ્ફ કેરથી રિચાર્જ થઇ શકશે. STV DATA56 કીવર્ડથી યુઝર C-Top-Up અથવા વેબ પોર્ટલ પરથી પણ રિચાર્જ કરાવી શકશે. આ પ્લાન તમિલનાડુ અને કેરળ સર્કલમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે