Budget 2019: ગ્રેજ્યુએટીની ચૂકવણી 10 લાખથી વધારી 30 લાખ રૂપિયા કરાઈ

0
30

મોદી સરકારનું આ ચૂંટણીલક્ષી બજેટ છે. જેમાં ખેડૂતો અને મધ્યમવર્ગીય લોકોને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની જાહેરાતો નાણા મંત્રી પિયુષ ગોયલ દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં ખાસ ગ્રેચ્યુએટીની ચૂકવણી પર જોવામાં આવે તો…

ગ્રેજ્યુએટીની ચૂકવણીને વધારીને 10 લાખ રૂપિયાથી 30 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. હવે ગ્રેજ્યુએટી ની ની મર્યાદા 15 હજારથી વધારીને 21 હજાર કરી દેવામાં આવી છે. સર્વિસ દરમિયાન જો કોઈ શ્રમિકનું મૌત થાય તો ઈપીએફઓની ધનરાશિ જે પહેલા 2 લાખ હતી તે વધારીને 6 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. આ સાથે જ25 હજારની કમાણી કરનારાઓ માટે ESIનું કવર પણ પણ અપાશે.

સરકાર કાળુંનાણું દુર કરવા, નાબુદ કરવા માટે કટિબદ્ધ

સરકાર કાળુંનાણું દુર કરવા, નાબુદ કરવા માટે કટિબદ્ધ છે. આ માટે કાયદાઓ રજુ કરવામાં આવ્યા છે. આ પગલાંના કારણે રૂ.૧.૩૬ લાખ કરોડની આવક બહાર આવી છે. રૂ.૧૬૦૦ કરોડની વિદેશી મિલકતો જપ્ત કરી છે. કરવેરામાં કોઈ રાહત નહી. ઇન્કમ ટેક્સમાં કોઈ રાહત હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

વ્યક્તિગત કે કોર્પોરેટ કે નાના વેપારીઓ માટે કોઈ રાહત નહિ. ટેક્સ રીટર્નમાં 80% વધારો, અમારી સરકારે પૂર્વે 3.79 કરોડ લોકો જ રીટર્ન ફાઈલ કરતા હતા,હવે આ આંકડો 6.85 કરોડ પર પહોંચ્યો છે, જે 80%ની અદ્દભુત વૃદ્ધિ દર્શાવે છે. સીધા કરવેરા સીધા કરવેરા માટે અગાઉ ટેક્સના દર ઘટાડ્યા છે.

ટેક્સની આવક વધી છે. ટેક્સ ભરનારા લોકો પણ વધ્યા છે. તેમના કરનું ભારણ દેશની ઉન્નતી માટે કરવામાં આવી રહી છે. ટેક્સ હવે ઓનલાઈન જ ભરવામાં આવી રહ્યો છે, પ્રોસેસિંગ પણ ઓનલાઈન જ છે. ટેક્સ ડીપાર્ટમેન્ટ હવે રીટર્ન માત્ર ૨૪ કલાકમાં જ પ્રોસેસ થશે અને બીજા દિવસે રીફંડ પણ મળી જશે. સ્ક્રુટીની પણ બે વર્ષમાં ઓનલાઈન કરવામાં આવશે. એના માટે હવે નિષ્પક્ષ કરવામાં આવશે. ઉત્તર પૂર્વ ભારત માટે જોગવાઈઓ ૨૧% વધારવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here