Saturday, January 18, 2025
Homeબજેટ 2019 : ઈલેક્ટ્રીક વાહનો પર છૂટ આપવાની જોગવાઈ, દેશભરમાં ચાર્જિંગ...
Array

બજેટ 2019 : ઈલેક્ટ્રીક વાહનો પર છૂટ આપવાની જોગવાઈ, દેશભરમાં ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનશે

- Advertisement -

આજે કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા કેદ્રનું વચગાળાનું બજેટ પ્રસ્તુત કરવામાં આવ્યું છે. જેમાં ઓટો ઈન્ડસ્ટ્રીઝની ડિમાન્ડ મુજબ હવે ઈલેક્ટ્રીક વાહનો ઉપર ભાર મૂકવા સરકારે રસ દાખવ્યો છે. દેશમાં ઈલેક્ટ્રીક વાહનોને પ્રાધાન્ય આપવા માટે સરકાર દ્વારા તેમાં છૂટ આપવાની જોગવાઈ કરી બજેટમાં તેને સ્થાન આપવામાં આવ્યું છે. નાણામંત્રીએ દેશભરમાં ઈલેક્ટ્રીક વાહનોનાં ચાર્જિંગ માટે દેશભરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ટર વધારવાની જાહેરાત કરી હતી. તો ગુરૂવારે પ્રસ્તુત કરેલા આર્થિક સર્વેક્ષણમાં પણ ઈલેક્ટ્રીક વાહનો ઉપર સબસિડી આપવાના બદલે બેટરીનાં ફાસ્ટ ચાર્જિંગ સર્વિસ સ્ટેશન ઉપલબ્ધ કરાવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો.

ઈલેક્ટ્રીક વાહનોની ભાગીદારી માત્ર 0.06 ટકા

નાણામંત્રીએ ઈલેક્ટ્રીક વાહનોની ભારતીય માર્કેટમાં ભાગીદારીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, હાલ માત્ર 0.06 ટકા જ ઈલેક્ટ્રીક વ્હીકલ્સ ભારતમાં છે. તેની સામે ચીનમાં 2 ટકા અને નોર્વેમાં 39 ટકા વાહનોની ભાગીદારી છે. ભારતીય માર્કેટમાં ઈલેક્ટ્રીક વ્હીકલ માટે સૌથી મોટી સમસ્યા ચાર્જિંગ ઈન્ફ્રસ્ટ્રક્ચરની છે જેથી સરકારે તેના ઉપર ભાર મૂકવાની તૈયારી દર્શાવી છે.

યુનિવર્સલ ચાર્જરની જરૂરિયાત

ભારતમાં સૌથી મોટી સમસ્યા યુનિવર્સલ ચાર્જર્સની છે. દેશમાં યુનિવર્સલ ચાર્જર સ્ટેન્ડ ઉપલબ્ધ નથી અને એવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે ઈન્વેસ્ટમેન્ટની જરૂર રહે છે. ઈલેક્ટ્રીક વ્હીકલ સેગમેન્ટને આગળ ધપાવવા માટે આ સૌથી મોટું પરિબળ છે જેથી સરકારે હવે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

1 એપ્રિલ 2019થી લાગુ થઈ છે ફેમ-2 સ્કીમ

ભારત સરકારની ફેમ-2 સ્કીમ 1 એપ્રિલ 2019થી દેશભરમાં લાગુ કરી દેવાઈ છે. જે અંતર્ગત 10,000 કરોડ રૂપિયા ત્રણ વર્ષમાં સબસિડીનાં રૂપે આપવાની જોગવાઈ છે. આ જોગવાઈ અંતર્ગત ઈલેક્ટ્રીક કાર, હાઈબ્રિડ કાર, ઈલેક્ટ્રીક બસ, ઈલેક્ટ્રીક ટુવ્હીલ-થ્રી વ્હીલરનો સમાવેશ થાય છે. ફેમ-2 સ્કીમ અંતર્ગત 15 લાખની કિંમત વાળી 35,000 ઈલેક્ટ્રીક કાર પર 1.5 લાખ રૂપિયા સુધી પ્રોત્સાહત સબસિડી આપવામાં આવશે. ફેમ-1 સ્કીમ દરમિયાન આ રકમ 1.38 લાખ રૂપિયા સુધી હતી. હાઈબ્રિડ કાર પર આ રકમ 13,000 રૂપિયા થશે. સરકારે ફેમ-1 યોજનામાં પણ હાઈબ્રિડ કાર પર 13,000 રૂપિયાની સબસિડી આફવાની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદમાં બંધ થઈ ગઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular