બજેટ 2020 : બજેટ પહેલાં LPG ધારકો માટે આવ્યા ખરાબ સમાચાર!

0
20

સામાન્ય બજેટ પહેલાં કોર્મશિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો થયો છે. સતત પાંચમા મહિને ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે કોર્મશિયલ ગેસ સિલિન્ડર પર 224.98 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે ઘરેલૂ રસોઈ ગેસની કિંમતોમાં કોઈ બદલાવ આવ્યો નથી. એટલે કે સામાન્ય માણસોએ જૂના ભાવ જ ચૂકવવાના રહેશે.

  • સતત પાંચમા મહિને ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો
  • કર્મશિયલ ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા
  • 749 રૂપિયામાં મળશે ઘરેલૂ ગેસ

કર્મશિયલ ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા

કર્મશિયલ ગેસ સિલિન્ડર પર 224.98 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ કારણે કારોબારીઓ અને કર્મશિયલ સિલિન્ડરને માટે 1550.02 રૂપિયા ચૂકવવાના રહેશે. આ કિંમતો આજથી લાગૂ કરવામાં આવી છે.

749 રૂપિયામાં મળશે ઘરેલૂ ગેસ

ઘરેલૂ ગેસના સિલિન્ડરની કિંમતમાં કોઈ ચેન્જ આવ્યો નથી. છેલ્લા 5 મહિનાથી કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે 14.2 કિલોના સિલિન્ડરની કિંમતમાં કોઈ બદલાવ આવ્યો નથી. ફેબ્રુઆરીમાં આ સિલિન્ડર 749 રૂપિયાામાં મળશે અને સાથે જ 19 કિલોનો સિલિન્ડર 1552.02 રૂપિયામાં મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here