- Advertisement -
આજથી વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રારંભ થશે. બજેટની તમામ તૈયારીઓને સરકારે આખરી ઓપ આપી દીધો છે.આજથી શરૂ થનારુ વિધાનસભા સત્ર 25 જૂલાઈએ પૂર્ણ થશે. આજે નાણામંત્રી નીતિન પટેલ 2019-20નું સંપૂર્ણ બજેટ રજૂ કરશે.
આ સત્રમાં ફાયર સેફ્ટી, જળનીતિના કાયદામાં સુધારાના વિધેયક રજૂ કરવામાં આવશે. અંધજનોને પેન્શન સહિતની નવી યોજનાઓની જાહેરાત થશે. રૂપાણી સરકાર પ્રજાલક્ષી નવી નીતિ અને યોજનાઓની જાહેરાત કરી શકે છે. અંદાજપત્રની માંગણીઓ પર 12 દિવસ ચર્ચા કરવામાં આવે છે.
સરકારી કામકાજ અને વિધેયકો માટે 3 દિવસ ફાળવવામાં આવ્યા છે. કોંગ્રેસે પણ વિધાનસભા સત્રમાં સરકારને ઘેરવા રણનીતિ બનાવી લીધી છે. જેને લઈને ખાતર, મગફળી કાંડ વગેરે મુદ્દે સરકારને ઘેરવા વિપક્ષે તૈયારી કરી લીધી છે. તો દલિતોને અન્યાય અને સુરત અગ્નિકાંડ મુદ્દે પણ સરકારને ઘેરવા વિપક્ષે કમર કસી લીધી છે.