જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં બજેટ રજૂ : 4.31 કરોડની પુરાંતવાળું સ્વભંડોળનું બજેટ રજૂ કરવામાં આવ્યું.

0
9

જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં બજેટ રજૂ
રૂપિયા 4.31 કરોડની પુરાંતવાળું સ્વભંડોળનું બજેટ રજૂ કરવામાં આવ્યું
વિવિધ ક્ષેત્રે વિકાસ લક્ષી અંદાજપત્ર સામાન્ય સભામાં રજુ

જિલ્લા પંચાયતમા ભાજપની નવી પેનલ અસ્તીત્વમાં આવ્યા બાદ ખુબજ ઓછા સમયમાં એક અતિ મહત્વનું કામ એવું જિલ્લા પંચાયતનું અંદાજપત્ર રજુ કરવાનું થતું હતું. આગામી વર્ષમાં લોકોને વધુ સારી સુવિધાઓ આપી , જન સમુદાય ની સુવિધાઓ મા વધારો કરી શકાય તે મુજબ વિવિધ ક્ષેત્રે જોગવાઈઓ કરી વિકાસ લક્ષી અંદાજપત્ર આજરોજ સામાન્ય સભામાં રજુ કરાયું હતું.

 

જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં રૂપિયા 4.31 કરોડની પુરાંતવાળું સ્વભંડોળનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.ભાજપ શાસિત જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ ધરમશીભાઇ ચનિયારાના અધ્યક્ષસ્થાને પંચાયતના સભાગૃહમાં મળી હતી. આ બેઠકમાં પ્રમુખ દ્વારા જામનગર જિલ્લા પંચાયતનું સ્વભંડોળનું કુલ રૂા. 13.29 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.

બાઈટ : ભરતભાઇ બોરસદીયા, કારોબારી અધ્યક્ષ, જી.પ.જામનગર

આવકના જુદા જુદા સ્ત્રોત ને ઘ્યાનમાં રાખી અંદાજીત આવક તેમજ આગામી વર્ષમાં લોકોને વધુ સારી સુવિધાઓ આપી શકાય અને જન સમુદાયની સુખાકારીમાં વધારો કરી શકાય તે મુજબ વિવિધ ક્ષેત્રે જોગવાઈઓ કરી વિકાસ લક્ષી અંદાજપત્ર આજરોજ સામાન્ય સભામાં રજુ કરાયું હતું.

બાઈટ : ધરમશીભાઈ ચનીયારા, પ્રમુખ-જીલ્લા પંચાયત, જામનગર

 

આમ જિલ્લા પંચાયત સ્વભંડોળ હેઠળ તમામ ક્ષેત્ર ને લક્ષમાં રાખી કુલ અંદાજીત આવક રૂા.1329.27 લાખની સામે 898.40 લાખનાં ખર્ચની જોગવાઈ કરતાં રૂા.431.47 લાખનું પુરાંતલક્ષી બજેટ તૈયાર કરવામાં આવેલ છે. એકંદરે 2021-22નાં વર્ષનાં અંદાજપત્રમાં સરકારી અનુદાન સહીત જોઈએ તો 205.01 કરોડની અંદાજીત આવક સામે 208.97 કરોડનાં અંદાજીત ખર્ચની જોગવાઈ કરેલ છે.

 

 

રિપોર્ટર : સંજય મર્દનીયા,CN24NEWS, જામનગર

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here