ઉત્તરાયણમાં બનાવો પોચી અને કડક અવનવી ‘ચિક્કી’

0
37

ઉત્તરાયણ (Uttarayan) હવે આવવાને થોડા જ દિવસો બાકી છે ત્યારે બધાના ઘરમાં ચિક્કી (chikki) બનાવવાની તૈયારીઓ થતી હશે. ઘણા એવા પણ હોય કે જેમને ચિક્કી તો બનાવવી હોય પરંતુ સારી બનતી ન હોય. જો તેવુ તમારી સાથે થતું હોય તો તમે આ રીતે ચિક્કી બનાવવાનો ટ્રાય કરો.

(Recipes)

સીંગ ગોળની ચીકીસામગ્રી
250 ગ્રામ સીંગદાણા 250 ગ્રામ ગોળ
2 મોટી ચમચી ઘી
5 થી 6 નંગ ઈલાયચીનો પાવડરરીત
-સૌપ્રથમ સીંગદાણાને શેકીને અધકચરા વાટી લો.
-હવે એક નોન સ્ટિક કઢાઈમાં ઘી ગરમ કરો.
-ગરમ થાય એટલે તેમાં ગોળને ઓગાળો.
-ગોળ ઓગળીને ફૂલવા માંડે કે તરત જ અધકચરા વાટેલા સીંગદાણા નાખીને -સારી રીતે મિક્ષ કરી લો. -ઈલાયચી પાવડર ઉમેરીને બરાબર મિક્ષ કરીને નીચે ઉતારી લો.
-હવે એક થાળીની પાછળ તેલ લગાવીને આ મિશ્રણને પાથરી દો.
-મોટી પાતળી રોટલી વણો.
-આ મિશ્રણ ગરમ રહે ત્યાં સુધી જ ઝટપટ આની રોટલી વણી લેવી.
-ઠંડુ થતા જ તેને તોડીને ભરી લેવી. તૈયાર છે સીંગદાણાની ચીકી.

કાળા તલ અને ખજૂરની ચીકી સામગ્રી

500 ગ્રામ કાળા તલ
250 ગ્રામ કાળી ખજૂર
10 ગ્રામ રાજગરો
250 ગ્રામ ચીકી ગોળ
3 ચમચા શુદ્ધ ઘી

રીત
-સૌપ્રથમ તલ, ખજૂર અને રાજગરાને બરાબર સાફ કરી લો.
-ખજૂરના ઝીણા ટુકડા કરી લેવા.
-એક નોનસ્ટિક કડાઈમાં ઘી ગરમ કરો.
-ગરમ થાય એટલે તેમાં ગોળ ઉમેરીને બ્રાઉન થાય ત્યાં સુધી ગરમ કરો.
-ત્યાર બાદ તેમાં કાળા તલ અને ખજૂરને બરાબર મિક્ષ કરી લેવું.
-ગેસ પરથી ઉતારી લો.
-થાળીની પાછળના ભાગે તેલ ચોપડી પાથરી લેવું.
-વેલણથી બરાબર વણતા પહેલાં રાજગરો ઉપર રહે તેમ ભભરાવી દો.
-બરાબર વણી લો. બસ, કાળા તલ તથા ખજૂરની પૌષ્ટિક ચીકી તૈયાર છે.

તલની ચીકી
સામગ્રી

2 વાટકી શેકેલા તલ
1 વાડકી પાણી
1 વાડકી ગોળ

રીત

-સૌપ્રથમ પાણી અને ગોળ ભેગા કરી ધીમી આંચે ઉકાળવા મૂકો.
-આ પાણી જ્યારે જાડું ફીણ જેવું થવા માંડે એટલે તેમાં શેકેલાં તલ નાખવા —-ત્યારબાદ ગેસ બંધ કરી દેવો.
-આ મિશ્રણ ગોળો વળે તેવું થાય ત્યાં સુધી હલાવવું.
-ત્યાર બાદ ઘીવાળા હાથ કરી તેનાં ગોળા કરવા.
-આ ગોળાને પાતળા વણવા. આ વણતા-વણતા જ ઠંડા પડી જશે. ત્યારબાદ –તેના પીઝા કટરથી કટકા કરવા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here