ગોધરા અને વેજલપુરમાં બિલ્ડર્સ, અનાજ-તેલના અને ભંગારના વેપારીને ત્યાં દરોડા : 200 અધિકારીઓ જોડાયા.

0
12

દિવાળીના તહેવારો પહેલા જ પંચમહાલ જિલ્લાના ગોધરા અને વેજલપુર સહિતના સ્થળોએ આવકવેરા વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં અનાજ-તેલના વેપારીઓ, બિલ્ડરો અને ભંગારના વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. જેને પગલે પંચમહાલ જિલ્લાના બિલ્ડર્સ અને વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

200 જેટલા અધિકારીઓ-કર્મચારીઓ જોડાયા

વડોદરા આવકવેરા વિભાગના અધિકારીઓ આજે સવારથી જ 30થી વધુ ગાડીઓમાં ગોધરા અને વેજલપુર સહિતના સ્થળોએ પહોંચી ગયા હતા અને અનાજ-તેલના વેપારીઓ, બિલ્ડરો અને ભંગારના વેપારીઓના ઘર, ઓફિસ અને ગોડાઉન સહિચના સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં 200 જેટલા અધિકારીઓ-કર્મચારીઓ જોડાયા હોવાની માહિતી મળી છે.

મેગા સર્ચ દરમિયાન કરોડો રૂપિયાની કરચોરી પકડાય તેવી શક્યતા

વડોદરા આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા નાણાંકીય હિસાબોની તપાસ કરવા ઉપરાંત બેંકિંગ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. મેગા સર્ચ દરમિયાન કરોડો રૂપિયાની કરચોરી પકડાય તેવી શક્યતા સેવાઇ રહી છે. દિવાળીના તહેવારો પહેલા જ વડોદરા આવકવેરા વિભાગે રેડ પાડતા ગભરાયેલા વેપારીઓએ દુકાનો બંધ કરી દીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here