શહેરમા કેટલાય દબાણો ખડકાય ચુક્યા છે,પણ ના જાણે કેમ ત્યાં મનપાનો હથોડો ઉપડતો નથી,અને અમુકમાં જ કરવા ખાતર કરવું પડે તેવી સ્થિતિ છે,આજે દબાણોની યાદીમાં છેલ્લે થી શરૂઆત કરી હોય તેમ જામનગરના હરિયા કોલેજ રોડ પર એક ઢોસાહાઉસ અને રેલ્વે ટી કાફે રેસ્ટોરન્ટના સંચાલકોએ કોઈપણ મંજૂરી વિના ઉભા કરવામાં આવ્યા હોય આજે મનપાની ટીમ દ્વારા તેને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી,આ બન્ને જગ્યા અલગ અલગ માલિકોની હોવા સાથે ભાડુઆત દ્વારા ચલાવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે,
મહત્વની વાત એ છે કે દબાણ નિરીક્ષક અને એટીપીઓ ના જવાબ પણ અલગ-અલગ જોવા મળ્યા, જ્યારે આ બન્ને રેસ્ટોરન્ટ ક્યારથી ધમધમતા હતા તે અંગે દબાણ નિરીક્ષક ને પૂછવામા આવ્યું ત્યારે બનેના જવાબો વિરોધીભાસી હતા,દબાણ નિરીક્ષક કહે છે કે રેસ્ટોરન્ટ દોઢ માસથી ચાલુ હતા,તો એટીપીઓ ઉર્મિલ દેસાઈ કહે ૧૦ દિવસ થી જ ચાલુ થયા હતા,હવે આ બન્ને મા સાચું કોણ..કે પછી ઢાંકવાનો પ્રયાસ…?
-ગેસ સીલીન્ડરનો ઢગલો પણ ફાયરની કોઈ સુવિધા નહિ…
આજે મંજૂરી વગરના જે બે રેસ્ટોરન્ટ ડીમોલીશન કરવાની કાર્યવાહી કરવામાં આવી તેમાં ઢગલા મોઢે ગેસ સીલીન્ડર મળ્યા પણ તેમાંય ક્યાય ફાયર સેફ્ટીના સાધનો ના હોવાનું સામે આવ્યું,તો સવાલ એ થાય કે ફાયર શાખાએ તાજેતરમાં જ જે સર્વે ના નાટકો કર્યા તેમાં આ રેસ્ટોરન્ટ બાકાત રહ્યા હશે. કેમ ? તે સવાલ ઉભો થાય છે,
રિપોર્ટર : સંજય મર્દનીયા CN24NEWS જામનગર