બુલેટ ટ્રેન : ચીને તિબેટના હિમાલયને અડીને આવેલા વિસ્તારમાં ઈલેક્ટ્રિસિટી બુલેટ ટ્રેનનો પ્રારંભ કર્યો

0
0

ચીને ભારત સીમા પાસે તિબેટમાં પહેલી બુલેટ ટ્રેન સેવા શરૂ કરી દીધી છે. ચીને તિબેટના હિમાલયને અડીને આવેલા વિસ્તારમાં સંપૂર્ણ રીતે ઈલેક્ટ્રિસિટીથી ચાલતી બુલેટ ટ્રેનનો શુક્રવારે પ્રારંભ કર્યો છે. જે તિબેટની રાજધાની લ્હાસને અને નિયંગચી નામના વિસ્તારને જોડશે. નિયંગચી અરૂણાચલ બોર્ડર પાસે આવેલુ સ્થળ છે.

ચીનમાં સત્તાધારી કોમ્યુનિટ પાર્ટી ઓફ ચાઈનાના 100 વર્ષ 1 જુલાઈએ પૂરા થવાના છે.તે પહેલા સુચિઆન અને તિબેટ વચ્ચેના રેલવાના 435 કિલોમીટરના ટ્રેકના એક હિસ્સાનુ ઉદઘાટન કરવામાં આવ્યુ છે.ચીનના મીડિયા રિપોર્ટ પ્રમાણે લહાસાથી નિયંગચી સુધીની ટ્રેન સેવાનો પ્રારંભ શુક્રવારે કરવામાં આવ્યો છે.

આ પહેલા કિંગહાઈ થી તિબેટ સુધીની રેલવે સેવા શરૂ થયેલી છે અને હવે તિબેટને જોડતી બીજી રેલ સેવા ચીને શરૂ કરી દીધી છે.આ પહેલા સરકારે તિબેટની બીજી રેલવે સર્વિસ ઝડપથી શરૂ કરવા માટે નિર્દેશ આપ્યા હતા.હાલમાં તિબેટની રાજધાની લ્હાસાથી સિચુઆન પ્રાંતની રાજધાની ચેંગદૂ વચ્ચેની મુસાફરી 48 કલાકની છે પણ એક વખત બુલેટ ટ્રેન સેવા પૂર્ણ રીતે શરૂ થશે તે પછી આ મુસાફરી 13 કલાકની થઈ જશે.

ચીન અરૂણાચલ પ્રદેશને તિબેટનો જ હિસ્સો ગણાવે છે ત્યારે વ્યૂહાત્મક રીતે ચીન માટે અરૂણાચલ પ્રદેશને અડીને આવેલા સ્થળ સુધીની ટ્રેન સેવા મદદરૂપ બની શકે છે.ચીન સરહદ પર તનાવ સર્જાય તો આ ટ્રેન સેવાનો ઉપયોગ હેરફેર માટે પણ કરી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here