Tuesday, September 21, 2021
Homeબુલેટ ટ્રેન પ્રોજેક્ટ : ત્રણ લાખની લાંચ સ્વીકારનાર 2 મામલતદાર અને એક...
Array

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : ત્રણ લાખની લાંચ સ્વીકારનાર 2 મામલતદાર અને એક ક્લાર્ક વિરુદ્ધ ફરિયાદ દાખલ

અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જે લોકોની મિલ્કતો સંપાદન થઇ હોય તેવા લોકોને સરકાર તરફથી મળતા વળતરના નાણા ચૂકવવા માટે જમીન સંપાદન વિભાગના કર્મચારીઓ લાંચ લેતા હોવાની ગંભીર બાબત તાજેતરમાં બહાર આવી હતી. જે સંદર્ભે રૂપિયા ત્રણ લાખની લાંચ સ્વીકારનાર 2 મામલતદાર અને એક ક્લાર્ક વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ હતી. આ કેસમાં તપાસ કરતાં અધિકારીઓને વધુ બે એવા ફરિયાદી મળી આવ્યા છે. જેઓની પાસેથી આ લાચીયા કર્મચારીઓએ વળતરના નાણાં ચૂકવવા પેટે લાંચ લીધી હતી. જેથી એસીબી પોલીસે આ ત્રણેય કર્મચારીઓ વિરુદ્ધ જુના નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. લાંચની વધુ બે ફરિયાદ નોંધાતાં વધુ ચોંકાવનારી વિગતો બહાર આવવાની સંભાવના છે.

આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે

ખેડા શહેરના સેવાસદનમાં અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ ની જમીન સંપાદન વિભાગની કચેરી શરૂ કરવામાં આવી છે. આ કચેરીમાં ફરજ બજાવતા નિવૃત્ત મામલતદાર અને કોમ્પ્યુટર ઓપરેટર વિરુદ્ધ અગાઉ રૂપિયા ત્રણ લાખની લાંચ લેવાનો ગુનો નોંધાયો હતો. નિવૃત મામલતદાર મુકેશ મનુભાઈ સોની, ભીખાભાઈ ઉકાભાઇ વાઢેર અને પીન્કેશ ભગુભાઈ પરમાર કે જે કોમ્પ્યુટર ઓપરેટર ઉપરાંત ક્લાર્ક ની નોકરી કરતો હતો, આ ત્રણેય આરોપીઓએ ભોગ બનનાર પાસેથી વળતરના નાણાં ચૂકવવા ના બદલે રૂપિયા ત્રણ લાખની લાંચ સ્વીકારી હતી.

એસીબીએ છટકું ગોઠવી પકડી પાડ્યા હતા

છટકું ગોઠવી એસીબી એ આ ત્રણે આરોપીઓને ઝડપી પાડયા હતા. જેની તપાસ નડિયાદ એ.સી.બી ના અધિકારી કરી રહ્યા હતા જેમાં વધુ બે લાંચ સ્વીકારાયાની ઘટનાઓ બહાર આવતા ફરિયાદ નોંધવામાં આવી છે.પ્રથમ ફરિયાદમાં જે અસરગ્રસ્તનું મકાન સંપાદિત થયું હતું તેની સરકારી વળતરની નાણાની રકમ ચૂકવવાની થતી હોય આ ત્રણેય આરોપીઓએ રૂપિયા 2.55 લાખ માંગ્યા હતા. જે રકમ સ્વીકારી ક્લાર્ક પીન્કેશ ભગુભાઈ પરમારના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

કપાતના નાણાં ચૂકવવા લાંચ માગી હતી

જ્યારે બીજી ફરિયાદમાં અસરગ્રસ્ત ના મકાન કપાત ના વળતરના નાણાં ચૂકવવાના બદલામાં રૂપિયા 7 લાખની લાંચ માંગવામાં આવી હતી. જે પૈકી રૂપિયા 6 લાખ ચેક મારફતે પિંકેસના ખાતામાં જમા કરાવ્યા હતા. જ્યારે રૂપિયા એક લાખ રોકડા સ્વીકારવામાં આવ્યા હતા. આમ બંને ગુનામાં થઇ કુલ રૂપિયા 9.55 લાખની ગ્રાન્ટ સ્વીકારવામાં આવી હોય, સમગ્ર બાબતે નડિયાદ એસીબીએ ગુનો દાખલ કરી ત્રણે આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments