બુમરાહ ચોથી ટેસ્ટમાં નહીં રમે : ભારતીય ફાસ્ટર જસપ્રીત બુમરાહે અંગત કારણોસર BCCIને ચોથી ટેસ્ટમાંથી રિલીઝ કરવાનું કહ્યું.

0
3

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઇન્ડિયા (BCCI)એ શનિવારે કહ્યું કે, ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઇંગ્લેન્ડ સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેની ચોથી ટેસ્ટમાં રમશે નહીં. બુમરાહે અંગત કારણોસર બોર્ડને કહ્યું હતું કે તેને સ્ક્વોડમાંથી રિલીઝ કરવામાં આવે. બોર્ડે તેને રજા આપી છે. બુમરાહની જગ્યાએ અન્ય કોઈ ખેલાડીને સ્ક્વોડમાં એડ કરવામાં આવશે નહીં.

શ્રેણીમાં ભારત 2-1થી આગળ

ટીમ ઇન્ડિયા 4 ટેસ્ટની શ્રેણીમાં 2-1થી આગળ છે. પ્રથમ ટેસ્ટ ઇંગ્લેન્ડ 227 રને જીત્યું હતું. તે પછી ભારતે બીજી ટેસ્ટ 317 રને જીતીને શ્રેણી પોતાના નામે કરી દીધી. ત્રીજી ટેસ્ટ 10 વિકેટે જીતીને ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટોપ પર પહોંચી ગયું છે. ચેમ્પિયનશિપની ફાઇનલ 18 જૂને ઇંગ્લેન્ડના લોર્ડ્સમાં રમાશે. ભારતે ફાઇનલમાં પહોંચવા માટે શ્રેણીની અંતિમ ટેસ્ટ જીતવી અથવા ડ્રો કરાવવી જરૂરી છે.

બુમરાહે 2 ટેસ્ટમાં 4 વિકેટ લીધી

બુમરાહે સીરિઝની 2 ટેસ્ટની 3 ઇનિંગ્સમાં 48 ઓવર નાખી અને 4 વિકેટ લીધી. આ દરમિયાન એક ઇનિંગ્સમાં 84 રન આપીને 3 વિકેટ ઝડપી. બુમરાહ શ્રેણીની પ્રથમ મેચ રમ્યો હતો, જેમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી મેચમાં તેની જગ્યાએ મોહમ્મદ સિરાજને તક મળી હતી. આ મેચ ભારત જીત્યું હતું. તે પછી બુમરાહે ત્રીજી ટેસ્ટમાં વાપસી કરી હતી. તેણે આ ટેસ્ટમાં માત્ર 6 ઓવર બોલિંગ કરી હતી. બે દિવસમાં સમાપ્ત થયેલી આ ટેસ્ટમાં કુલ 30 વિકેટ પડી, જેમાંથી 28 વિકેટ સ્પિનર્સે લીધી હતી.

ચોથી ટેસ્ટ માટે ઇન્ડિયન સ્ક્વોડ: વિરાટ કોહલી (કપ્તાન) રોહિત શર્મા, મયંક અગ્રવાલ, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (વાઇસ-કેપ્ટન), લોકેશ રાહુલ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત (વિકેટકીપર), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, વી. સુંદર, ઇશાંત શર્મા, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here