ગુજરાત : ગુરુવારથી રાજકોટમાં ઉદ્યોગ-ધંધો શરૂ કરાશે, જિલ્લા કલેક્ટર મંજૂરી આપશેઃ અશ્વિની કુમાર

0
0

મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, 14મી મે, ગુરુવારથી રાજકોટમાં જિલ્લા કલેક્ટરની મંજૂરીથી ઉદ્યોગ-ધંધા શરૂ કરવામાં આવશે. કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં ઉદ્યોગ ધંધો, ઇન્ડસ્ટ્રીને ફરીથી ચાલુ કરવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામા આવી છે. રાજકોટનો સમાવેશ અગાઉથી જ ઓરેન્જ ઝોનમાં કરવામાં આવ્યો હતો. પરંતુ એક અઠવાડિયા સુધી કોઇ ઉદ્યોગો શરૂ કરવામાં ન આવે તેવી સૂચના જિલ્લા વહિવટી તંત્રને આપવામાં આવી હતી. છેલ્લા એકાદ અઠવાડિયામાં નવો કેસ ન નોંધાતા સરકારે આજે નિર્ણય કર્યો છેકે ગુરુવાર 14 મેના રોજથી રાજકોટ શહેરમાં પણ ઉદ્યોગ ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવશે.

અમદાવાદમાં 15 મેથી શાકભાજી, કરિયાણુંનું વેચાણ શરૂ થશે

અમદાવાદમાં પંદરમી મેથી જીવનજરૂરિયાતની તમામ વસ્તુઓ શાકભાજી, ફળો, કરિયાણું વગેરેનું વેચાણ શરુ થઇ જશે. આ ઉપરાંત આ વસ્તુઓ તથા તૈયાર ભોજનની હોમ ડિલિવરીની સેવાઓ પણ શરૂ થઇ જશે. આ અંગે નવી માર્ગદર્શિકા બહાર પાડતાં રાજ્યના અધિક મુખ્ય સચિવ અને હાલ અમદાવાદમાં કોરોનાના સંક્રમણને ઘટાડવાની જવાબદારી સંભાળતા વરિષ્ઠ અધિકારી ડો. રાજીવ કુમાર ગુપ્તાએ હોમ ડિલિવરી માટે કેશલેશ ટ્રાન્સેક્શન ફરજિયાત કર્યું છે.

કુલ 8542 દર્દી, 513ના મોત અને 2780ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 6086 400 1482
વડોદરા 547 31 298
સુરત 914 39 533
રાજકોટ 66 01 46
ભાવનગર 95 07 42
આણંદ 80 07 70
ભરૂચ 31 02 25
ગાંધીનગર 139 05 33
પાટણ 27 01 20
નર્મદા 13 01 12
પંચમહાલ 61 04 27
બનાસકાંઠા 81 03 33
છોટાઉદેપુર 14 00 13
કચ્છ 08 01 06
મહેસાણા 52 02 37
બોટાદ 56 01 18
પોરબંદર 03 00 03
દાહોદ 20 00 04
ખેડા 29 01 08
ગીર-સોમનાથ 12 00 03
જામનગર 29 02 02
મોરબી 02 00 01
સાબરકાંઠા 26 02 03
મહીસાગર 44 01 17
અરવલ્લી 74 02 22
તાપી 02 00 02
વલસાડ 06 01 04
નવસારી 08 00 07
ડાંગ 02 00 02
દેવભૂમિ દ્વારકા 04 00 00
સુરેન્દ્રનગર 03 00 01
જૂનાગઢ 03 00 00
અન્ય રાજ્ય 01 00 00
કુલ  8542 513 2780

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here